WhatsApp જાસૂસીકાંડમાં નવો ધડાકો: 121 લોકોની જાસૂસી અંગે ભારત સરકારને આપી હતી માહિતી

વ્હોટ્સએપે ભારતમાં કેટલાક લોકોના વ્હોટ્સએપ એકાઉન્ટની જાસૂસી કરવા અંગે મોટું નિવેદન આપ્યું છે. સૂત્રોએ NDTVને જણાવ્યું હતું કે, વ્હોટ્સએપ અધિકારીઓએ આ વર્ષે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ભારતને સરકારને જાણ કરી હતી કે કેટલાક લોકો ઇઝરાઇલના સ્પાયવેર પેગાસસ સોફ્ટવેરની મદદથી 121 ભારતીયોની જાસૂસી કરવામાં આવી હતી. બાદમાં, આ તમામ 121 ભારતીયોના વ્હોટ્સએપ એકાઉન્ટ્સને ક્રેક કરવાની સૂચના આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ બીજી વખત છે જ્યારે કંપનીએ સરકારને જાસૂસી અંગે ચેતવણી આપી હતી. આ અગાઉ મે મહિનામાં પણ વ્હોટ્સએપે ભારતને સરકારને જાસૂસીની માહિતી આપી હતી. આ પહેલા ભારત સરકારે ગુરુવારે આ સમગ્ર મામલે વ્હોટ્સએપ પાસેથી સ્પષ્ટતા માંગી છે. વ્હોટ્સએપે થોડા દિવસો પહેલા સ્વીકાર્યું હતું કે ઇઝરાઇલના સ્પાયવેર પેગાસસ સોફ્ટવેરની મદદથી ભારતીય પત્રકારો અને કેટલાક અન્ય લોકોની જાસૂસી કરવામાં આવી રહી છે.

વ્હોટ્સએપે થોડા દિવસો પહેલાં જણાવ્યું હતું કે અમે આ વર્ષે મે મહિનામાં ભારતમાં જાસૂસી અંગે સરકારને જણાવ્યું હતું. મે મહિનામાં, અમને ભારતમાં કેટલાક ખાતાઓની ગોપનીયતા વિશે જાણ કરવામાં આવી હતી. અમને ખબર પડી હતી કે કેટલાક ખાતાઓની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, અમને આ માહિતી મળતાની સાથે જ અમે તેને તરત જ સુધારવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે એકાઉન્ટની ગોપનીયતા અને સલામતી અમારા માટે પ્રાથમિકતા છે. અમે મે મહિનામાં અગ્રતા સાથે આવી બાબતને હલ કરી છે. તે જ સમયે, અમે આ વિશે ભારત સરકારને પણ જાણ કરી છે. વ્હોટ્સએપ દ્વારા મે મહિનાથી જાસૂસી કરનારી કંપનીને ટ્રેસ કરવામાં આવી હતી અને અંતે તરીકે જાસૂસી કરનારી કંપનીનું નામ એનએસઓ તરીકે બહાર આવ્યું હતું.

જાસૂસી સંબંધિત માહિતી…

  • આ હેકિંગ ઇઝરાઇલની કંપની એનએસઓ દ્વારા બનાવવામાં આવેલા સોફ્ટવેર દ્વારા કરવામાં આવ્યું હતું
  • વ્હોટ્સએપની પેરેન્ટ કંપની ફેસબુકએ આ કંપની પર કેસ કર્યો છે
  • જોકે એનએસઓનું કહેવું છે કે તેણે કંઈ પણ ખોટું કર્યું નથી
  • એનએસઓનું કહેવું છે વિશ્વભરમાં કાયદેસરની સરકારી એજન્સીઓને સોફ્ટવેર આપે છે.
  • જાસૂસીમાં આશરે 20 દેશોના સરકારી અધિકારીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.