મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈ સટ્ટા બજાર ગરમ: શું એક વર્ષમાં ફરી ચૂંટણી થશે?

આમ જોવા જઈએ તો ચૂંટણીને લઈ સટ્ટા બજાર પૂરજોશમાં ધમધમે છે અને સીટથી લઈ સરકાર સુધીન તારણો અને સર્વેક્ષણો આપવામાં આવ છે. ચૂંટણી પતી ગયા બાદ સટ્ટા બજારનો કોઈ ભાવ પૂછતું નથી પણ આ વખતે મહારાષ્ટ્‌માં ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ પણ સટ્ટાબજાર ગરમ છે. સટોડિયાઓનો ઉત્સાહ હાલમાં ઓછો થઇ રહ્યો નથી. કેટલાક વિશ્વસનીય સુત્રોએ કહ્યુ છે કે મુંબઇના સટ્ટાબજારમાં આ અંગેના ભાવ લાગવા લાગી ગયા છે કે મહારાષ્ટ્રમાં ફરી એકવાર વિધાનસભાની ચૂંટણની યોજાનાર છે. કેટલાક લોકો તો માની રહ્યા છે કે મહારાષ્ટ્રમાં સ્થાયી સરકારનો ભાવ 20 રૂપિયા રહેલો છે. સુત્રો કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં હાલમાં જે પ્રકારની સ્થિતી રહેલી છે તે જોતા સટ્ટાડિયાઓને લાગે છે કે જો કોઇ નવી સરકાર આવી જશે તો પણ તે કેટલાક મહિનાઓથી વધારે ટકી શકશે નહીં. વર્ષ 2020માં રાજ્યમાં ફરી એકવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. બીજી બાજુ રાજ્યમાં રાજકીય ઘટનાક્રમ પર અધિકારીઓનો ઉત્સાહ પણ વધી ગયો છે. આ લોકોએ તેમના ગુપ્ત નેટવર્કને ફેલાવી દીધા છે.

મુંબઇના પોલીસ કમીશનર સંજય બર્વેને ત્રણ મહિના માટે ઓગષ્ટમાં એક્સટેન્શન મળ્યુ હતુ. જે 30મી નવેમ્બરના દિવસે અવધિ પૂર્ણ થઇ રહી છે. એમ પણ માનવામાં આવે છે કે જો ભાજપના મુખ્યપ્રધાન રહેશે તો અને ગૃહ મંત્રાલય પણ ભાજપની પાસે રહેશે તો બર્વેને વધારે એક્સટેન્શન મળી શકે છે. મહારાષ્ટ્રમાં મોટા પાયે વહીવટી ફેરફારની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.