જૂઓ વીડિયો: દુબઈના બુર્જ ખલીફા અને સલમાન ખાને આવી રીતે કરી શાહરૂખ ખાનનાં બર્થ ડેની ભવ્ય ઉજવણી

બોલિવૂડના કીંગ ખાન શાહરૂખખાનનાં 54મા બર્થ ડેની ફેન્સ સહિત દુનિયાભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. શાહરૂખે પોતાના ચાહકોની સાથે આ પળને ટવિટ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવી છે. આ બધાની વચ્ચે કીંગ ખાનના બર્થ ડેની ઉજવણી વિશ્વના ઉંચામાં ઉંચા ટાવર બુર્જ ખલીફા ખાતે પણ એક દમ અલગ અને ભવ્ય અંદાજમાં ઉજવણી કરવામાં આવી છે. કીંગ ખાને આનો વીડિયો પણ પોતાના ટવિટર હેન્ડલ પર શેર કર્યો છે.

શાહરૂખ ખાને વીડિયો શેર કરી લખ્યું છે કે માય બ્રધર, અદ્દભૂત મિ.મોહમ્મદ અલબ્બાર અને બુર્જ ખલીફા અને એમ્માર દુબઈ. મને આવી રીતે ભવ્ય પ્રકાશિત કરવા બદલ આભાર. તમારો પ્રેમ અને સ્નેહ મારા માટે અકલ્પનીય છે. વાહ, ખરેખર સૌથી ઉંચું છે, જે કદી જોવા મળ્યું નથી. મારા બર્થ ડે પર હું પોતે જ મહેમાન છું.

બી-ટાઉન સિલેબ્સે શાહરૂખ ખાનના જન્મદિવસ પર પોત-પોતાની  શૈલીમાં શુભેચ્છા પાઠવી હતી. તે જ સમયે, શાહરૂખ ખાનના પાડોશી અને મિત્ર સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો અને તેના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા.

વીડિયોમાં સલમાન ખાન સાથે સોનાક્ષી સિંહા, સોહેલ ખાન, આયુષ શર્મા, જેકલીન ફર્નાન્ડિઝ, મનીષ પોલ, વરીના હુસેન બર્થડે સોંગ ગાઇ રહ્યા છે. વીડિયોના અંતમાં સલમાન ખાન કહે છે કે ‘અબે તુઝે ફોન કીયા થા, ફોન તો ઉઠા લેતા મેરા…,આના પર, સોનાક્ષી સિંહા કહે છે કે વેરી બેડ, વેરી બેડ…