જૂઓ વીડિયો: મહા વાવાઝોડાની ખતરનાક અસર ગુજરાતના આ દરીયા કાંઠે જોવા મળી

ભાવનગર સહીત સૌરાષ્ટ્ર પંથકમાં મહા વાવાઝોડાની અસર વધુ અસરકારક બનતી જોવા મળી રહી છે. આજે સવારે માં 8:30 વાગ્યાના અરસામાં ભાવનગરમાં ભારે વરસાદ બાદ અમરેલીનો દરિયો તોફાની બન્યો હતો. ઉંચા-ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા.

આ ઉપરાંત ગીર સોમનાથ ઉના રાજુલા જાફરાબાદ દીવ દમણમાં તોફાની પવન વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. વાવાઝોડાના કારણે તંત્રને અલર્ટ કરી દેવામાં આવ્યું છે.
મહા વાવાઝોડું તા.6 થી 8 નવેમ્બરની વચ્ચે ગુજરાતના દરીયા કાંઠા સાથે અથડાય તેવી શક્યતા છે. પણ તે પહેલાં ચાર દિવસ અગાઉ જ વાવાઝોડાએ તેની ખતરનાક અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે.

જૂઓ વીડિયો…