વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ દમણ ભાજપ પ્રમુખ ગોપાલ ટંડેલનું રાજીનામું

દીવ-દમણમા ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોને લઈ દમણમાં ભાજપની ખાસ્સી એવી ફજેતી થઈ હતી. વીડિયોના અનુસંધાને ગોપાલ ટંડેલે ભાજપના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે

માહિતી મુજબ ગોપાલ ટંડેલે પોતાનું રાજીનામું રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને મોકલી આપ્યું છે અને વીડિયા વાયરલ થયા બાદ તેમણે મીડિયા સમક્ષ આવવાનું ટાળ્યું હતું.