હરિયાણા-મહારાષ્ટ્ર બાદ ઝારખંડમાં ભાજપની કસોટી, ડિસેમ્બરમાં થશે ખરાખરીના ખેલ

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ઝારખંડની ચૂંટણીની જાહેરાત પંચે ગઈ કાલે કરી છે. પાંચ તબક્કાની એ ચૂંટણીનું પરિણામ 23 ડિસેમ્બરે જાહેર થશે. મહારાષ્ટ્ર અને હરિયાણા બાદ ઝારખંડ ત્રીજું ભાજપશાસિત રાજ્ય છે. ભાજપ માટે ઝારખંડમાં પોતાનો ગઢ બચાવી રાખવો પડકાર રહેશે, કારણ કે તે એવા સમયે થઈ રહી છે જ્યારે મહારાષ્ટ્ર-હરિયાણામાં ધારણા કરતા ઓછી બેઠકો મળશે.

2019ની સામાન્ય ચૂંટણીમાં બમ્પર બહુમતી હાંસલ કરનાર ભાજપ, મહારાષ્ટ્ર અને ઝારખંડ સ્થાનિક મુદ્દાઓમાં ઘેરાયેલી જોવા મળી હતી, આવી જ સ્થિતિ ઝારખંડમાં જણ સર્જાઈ શકે છે. ગઠબંધનને લઈ કોઈ પ્રકારનો હઠાગ્રહ દર્શાવવાના બદલે ઝારખંડ મુક્તિ મોરચા સાથે જુનિયર પાર્ટનરરૂપે રહેવા સહમતી સાધી લીધી છે. વિપક્ષો ભાજપને સ્થાનિક મુદ્દે ઘેરવા કોશિશ કરે તેવી પૂરી ધારણા છે. એ સ્થિતિમાં ભાજપના ચૂંટણી અભિયાનમાં કેન્દ્રીય મુદ્દાઓને બદલે સ્થાનિક વિકાસના પોતાના રીપોર્ટ તરફ વળે તેમ બને.

બીજી તરફ ભાજપ પોતાના ગઠબંધન સહયોગી ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન સાથે ફરી એક વાર રઘુબર દાસની સરકાર બચાવવા મેદાનમાં ઉતરશે. બેઉ પક્ષોએ લોકસભા ચૂંટણીમાં 14માંથી બાર લોકસભા બેઠકો જીતી હતી. ચૂંટણીમા સ્થાનિક મુદ્દા હાવી થઈ શકે છે અને તેનાં કારણે પરિણામ કંઈક અલગ પણ હોઈ શકે છે. તે સ્થિતિમાં ઝારખંડમાં મોદી લહેરના ભરોસે ચૂંટણી જીતવી મુશ્કેલ બનશે.

મહારાષ્ટ્રમાં ભાજે 17પ પ્લસ બેઠકોની આશા સાથેની નારાબાજી લગાવી હતી, તો હરિયાણામાં 75 પ્લસનું લક્ષ્ય રાખ્યું હતું, તેને બદલે આ રાજ્યોમાં અનુક્રમે 105 અને 40 બેઠકો જ પક્ષને મળી, તે જોતાં ઝારખંડમાં ગેર-આદિવાસી સીએમ રઘુબર દાસની સરકારની વાપસી માટે ઉતરનાર ભાજપને સામાજિક સમીકરણો સાધવાનું મુશ્કેલ બની શકે છે.