મહા વાવાઝોડાની અસરઃ સુરત અને વલસાડમાં ભારે પવન સાથે બે ઈંચ વરસાદ, મકાનોના છાપરા ઉડી ગયા

ગુજરાત સરકારે ‘મહા’ વાવાઝોડાના પગલે પરિપત્ર જાહેર કરીને રાજ્યના અનેક જિલ્લાઓને એર્લટ જાહેર કર્યું હતું,પણ હવે વાવાઝોડાની ગતિ ધીરે ધીરે વધી રહી છે એવું લાગી રહ્યુ છે. વાવાઝોડાના પગલે સુરત અને વલસાડમાં ભારે પવન સાથે બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો અને ૨૫ જેટલા મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા.

બોરસી માછીવાડ ગામે ૨૫ ઘરોના પતરા ઉડ્યા છે અને દરિયા કિનારે રહેતા લોકોનુ સ્થળાંતર કરવું પડી રહ્યુ છે.જયારે વલસાડમાં ભારે પવન સાથે બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. જયારે આ વાવાઝોડાને કારણે દરિયા પાસે રહેતા તમામ લોકોનું તંત્ર દ્રારા સ્થળાતર કરવામાં આવ્યું છે. વધુમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને દરિયા કિનારે બે નંબરનુ સિંગન્લ પણ આપી દેવામાં આવ્યું છે.

ખેડૂતો બાદ માછીમારોને હવે નુકસાની સહન કરવી પડી રહી છે તેમની સુકવણી કરેલી માછલીઓ પલળી ગઈ છે અને નુકસાની થઈ રહી છે. રાજ્યમાં વાવાઝોડાની આગાહીને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. તેની અસર જૂનાગઢ જિલ્લાના માળીયા હાટિના પંથકમાં જોવા મળી હતી. અહીં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના પાથળા ઉપર પાણી ફરી વળ્યા હતા. માળીયાના ગળોદરા ગામે તો એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે. પવન સાથે શરૂ થયેલા વરસાદને કારણે અનેક વૃક્ષની ડાળીઓ પણ ધરાશાયી થઈ હતી.