શું કર્ણાટકના કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને અમિત શાહના આદેશથી મુંબઈમાં રખાયા હતા?

એક ઓડિઓ ક્લિપથી કર્ણાટકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ ક્લિપ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની છે, જે બુધવારે હુબલીમાં ભાજપ કોર કમિટીની બેઠકમાં રેકોર્ડ કરવામાં આવી હતી. આમાં યેદિયુરપ્પાને એમ કહેતા સાંભળવામાં આવી રહ્યા છે કે જેડીએસ-કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને પાર્ટી હાઈકમાન્ડ અમિત શાહની મરજીથી મુંબઈમાં રાખવામાં આવ્યા હતા અને તેઓ તેમના પક્ષના નેતાઓને સલાહ આપે છે કે બધાએ બળવાખોરો સાથે ઉભા રહેવું જોઈએ. જેના કારણે ભાજપ સત્તામાં આવ્યો છે.

મોબાઈલથી રેકોર્ડ થયેલી આ સાત મિનિટની ક્લિપમાં યેદિયુરપ્પા કહે છે કે મારી સરકારને મજબૂત કરવા માટે કોઈ કામ કરી રહ્યું નથી. આ સરકારે અમને વિધાનસભામાંથી હાંકી કાઢેલા ધારાસભ્યો આપણને ગિફઠમાં આપ્યા છે. મુંબઈમાં બળવાખોર ધારાસભ્યો રાખવાનો મારો નિર્ણય નહોતો, પરંતુ પાર્ટી હાઈકમાન્ડની પરવાનગીથી તેઓને ત્યાં અઢી મહિના સુધી રાખવામાં આવ્યા હતા.

યેદિયુરપ્પાએ આ ટેપમાં પોતાનો અવાજ હોવાનો ઈન્કાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ પાર્ટી કાર્યકર્તાઓ સાથે કેટલાક વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જેઓ જવાબદાર કાર્યકરો છે તેઓએ આ રીતે (બળવાખોર ધારાસભ્યો વિશે) બોલવું ન જોઈએ. તેઓએ પાર્ટીના હિતમાં દરેકને ટેકો આપવો જોઈએ. યેદિયુરપ્પાએ કહ્યું કે, 3, 4, 5 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી અન્ય બાબતોનો નિર્ણય લેવામાં આવશે. ”

પોતાની સરકારના પતનથી રોષિત થયેલા એચ.ડી.કુમારસ્વામીએ આ ક્લિપ સામે આવ્યા પછી તરત જ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, આ પહેલાં પણ એક ક્લિપ કોર્ટની સમક્ષ છે જ. હવે હું આને પુરાવા તરીકે પણ રજૂ કરીશ.

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે આ સંદર્ભે ટિ્‌વટ કર્યુ હતું કે, બીએસ યેદિયુરપ્પાએ ફરીથી તેમના ઓપરેશન કમળ અને કોંગ્રેસના ધારાસભ્યોને અનૈતિક તોડવાનું સ્વીકાર્યું છે. તેમણે સ્પષ્ટપણે ખુલાસો કર્યો છે કે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને અમિત શાહે અઢી મહિના સુધી મુંબઈમાં રાખ્યા હતા. શું આથી વધુ પુરાવા જોઈએ છે કે સમગ્ર ઓપરેશન પાછળ ભાજપ જ માસ્ટર માઈન્ડ હતું.

તમને જણાવી દઇએ કે ભાજપ શરૂઆતથી કહેતો આવ્યો છે કે કુમારસ્વામી સરકારને પછાડવાના કાવતરાથી તેનો કોઈ લેવા દેવા નથી, પરંતુ આ ક્લિપથી ભાજપના દાવાના ઘજાગરા ઉડી રહ્યા છે. યેદિયુરપ્પા સરકારને ઘેરી લેવાની વિપક્ષને તક મળી છે.