શું ભારતીયોના મગજ નાના હોય છે? શું કહે છે હૈદ્રાબાદ IITનું રિસર્ચ? જાણો

તાજેતરમાં હૈદરાબાદમાં કરવામાં આવેલા સંશોધનથી એક રસપ્રદ વાત સામે આવી છે કે ભારતીયોના મગજના કદ પશ્ચિમી અને પૂર્વી દેશોના લોકો કરતા નાના છે. પૂર્વી અને પશ્ચિમના દેશો કરતા ભારતીયોના મગજની લંબાઈ, પહોળાઈ અને ઘનતા થોડી ઓછી છે.

સંશોધન દરમિયાન હૈદરાબાદ IIIT દ્વારા ઈન્ડીયન બ્રેન એટલસ તૈયાર કરાયું હતું. આ સંશોધન અલ્ઝાઇમર અને મગજને લગતા અન્ય રોગોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ અભ્યાસ પછી, મગજને લગતી સમસ્યાઓ સમજવામાં ઘણી મદદ મળશે. આ સંશોધન ન્યૂરોલોજી ઇન્ડિયા નામની તબીબી જર્નલમાં પ્રકાશિત થયું છે.

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી, હૈદરાબાદ (IIIT) ના સંશોધનકારો દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ પર કામ કરતા સેન્ટર ફોર વિઝ્યુઅલ ઇન્ફર્મેશન ટેકનોલોજીના જયંતી શિવસ્વામીના જણાવ્યા મુજબ, મોન્ટ્રીયલ ન્યૂરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (MNI) ટેમ્પ્લેટનો ઉપયોગ મગજ સંબંધિત રોગોના નિરીક્ષણ માટેના ધોરણ તરીકે થાય છે.
સંશોધનકારોના જણાવ્યા મુજબ, આ નમૂનાને કોકેશિયન બ્રેનને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યો છે, જે ભારતીય લોકોના મગજ સાથે સંકળાયેલા રોગોની તપાસ માટે કોઈ આઈડીયલ પેટર્ન નથી.

જયંતી શિવસ્વામીના મતે ભારતીય લોકોના મગજનો કદ MNI કરતા કદમાં નાનો છે, જે ઘણાં જુદા જુદા સ્કેનમાં બહાર આવ્યું છે. આવામાં MNI દ્વારા ભારતીય મગજની તપાસ કરવી એ ખોટા નિદાનનું કારણ હોઈ શકે છે. જ્યારે અમે એમઆરઆઈ છબીને પ્રીલોડેડ MNI છબીના નમૂના સાથે સરખાવી ત્યારે આ વાત સામે આવી હતી.

તેમણે કહ્યું કે અમારી પાસે આ સંશોધન સંબંધિત મજબૂત પુરાવા છે. આનાથી માલમ થાય છે કે બ્રેઈનના સ્ટ્રકચર અને તેના સંબંધિત રોગોના અભ્યાસ માટે લાર્જ એટલસ બનાવવાની જરૂરિયાત છે. આવું કરવાથી મગજની સાઈઝ અને તેના વિવિઘિ પ્રકારના કદને સમજવામાં સરળા મળી રહેશે.

જયંતિ શિવસ્વામીએ વધુમાં કહ્યું કે બ્રેનની સાઈઝને લઈ અત્યાર સુધી જેટલા નમૂના ડેવલપ કરવામાં આવ્યા છે તેમાં ચીન  કોરીયાના નમૂના પણ સામેલ છે. પણ ભારતમાં વિશિષ્ટ વસ્તી માટે કોઈ સુસંગત નમૂના ડેવલપ કરવામાં આવ્યા નથી. હૈદ્રાબાદ IIT ટીમે દિશામાં પહેલ કરી છે. આના થકી ઈન્ડીયન બ્રેન સ્પેસિફિક એટલસને ડેવલપ કરી શકાશે.