મહારાષ્ટ્રમાં શિવસેનાએ મોદી સરકારને ઘેરી, કહ્યું”ઈતના સન્નાટા ક્યૂં હૈ ભાઈ “

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર બનાવતા પહેલા શિવસેનાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પક્ષના મુખપત્ર સામનામાં લખ્યું છે કે બેંકોનું ઉઠમણું, લોકોના ગજવા સાથે સરકારની ખાલી તિજોરી પણ ખાલી થઈ ગઈ છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં, ભાજપ અને શિવસેનાનું ગઠબંધન થવાનું છે અને તે દરમિયાન, આ ટિપ્પણી સામનામાં આવી છે.

શિવસેનાના મુખપત્ર સામનાએ લખાયું છે કે ખેડુતો અને ખેત મજૂરોને વેતન, બોનસનું સુખ નથી. કેન્દ્રની માઈ-બાપ સરકાર કહે છે કે, ખેડૂતોની આવક બમણી થઈ જશે. કુદરતી આપત્તિથી જેટલી પણ આવક થઈ રહી નથી. પરંતુ કોઈ તેના પર કોઈ સમાધાન આપતું નથી. દેશભરમાં આર્થિક મંદી, બજારમાં તેજી જોવા મળી રહી નથી. મંદીના કારણે ખરીદીમાં 30-40% નો ઘટાડો જોવા મળ્યો છે. નોટબંધી, જીએસટી, આર્થિક પરિસ્થિતિ દિવસે ને દિવસે વિકટ બની રહી છે, કારખાનાઓ જોખમમાં છે, ઉદ્યોગો બંધ છે, રોજગાર સર્જન અટક્યું છે.

સામનામાં આગળ લખાયું છે કે બેન્કોનું ઉઠમણૂં અને લોકોના ગજવા તથા સરકારની ખાલી તિજોરી, રિઝર્વ બેન્ક પાસેથી અનામત ભંડોળ કાઢવાની અમાનવીયતા, લોકોના જમા સોનાને રિઝર્વ બેન્ક ખલાસ કરવા માંગે છે. આર્થિક ક્ષેત્રમાં દિવાળીનું વાતાવરણ જોવા મળી રહ્યું નથી. ઓનલાઈન શોપીંગમાં વિદેશી કંપનીઓનો ભંડાર ભરાઈ રહ્યો છે.  દિવાળીના પર્વ પર મહારાષ્ટ્ર ચૂંટણીના ધૂમ-ધડાકાના બદલે સન્નાટો વધુ જોવા મળી રહ્યો છે. તો એક જ પ્રશ્ન થાય છે કે ઈતના સન્નાટા ક્યૂં હૈ ભાઈ.

નોંધપાત્ર વાત એ છે કે ભલે ભાજપ-શિવસેના મહારાષ્ટ્રમાં મળીને સરકાર રચવાની વાત કરી રહી છે, તેમ છતાં, સત્તાની વહેંચણી અંગેની નિવેદનબાજી ચાલુ છે. શિવસેના ભાજપ પાસેથી અઢી વર્ષના ફોર્મ્યુલા પર લેખિતમાં ખાતરી માંગે છે, તો ભાજપ ઇચ્છે છે કે તેણે આખા પાંચ વર્ષ મુખ્યમંત્રી પદ સંભાળવું છે.જ્યારે શિવસેનાના નેતાઓ કહે છે કે ઉદ્ધવ ઠાકરેનું સરકારનું નિયંત્રણ રહેશે.