સલમાન ખાને જેલનો કડવો અનુભવ શેર કરી બિગ બોસમાં કોને ખખડાવી નાંખ્યો? જાણો વધુ

બિગ બૉસ-13માં સલમાન ખાનએ આ અઠવાડિયામાં સ્પર્ધકો સાથે વાત કરી હતી. આ અઠવાડિયે બિગ બૉસના ઘરના લોકો એકબીજા સાથે ઝઘડ્યા હતા. આને કારણે સલમાન ખાને અઠવાડિયાના અંતે સ્પર્ધકોને ખૂબ ગુસ્સો આપ્યો. બિગ બૉસના ઘરમાં સિદ્ધાર્થ શુક્લા સાથે વાતચીતમાં સલમાન ખાને હકીકત જેલની મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું. જેલમાંથી આવ્યાં પછી સલમાન ખાને તેની જેલની અંદરની કહાની કહી નહોતી. પરંતુ તેણે બિગ બૉસમાં તેની જેલની અંદરનો અનુભવ વર્ણવ્યો.

બિગ બૉસ-13માં ટાસ્ક પછી ઘરના સાથીઓએ સિદ્ધાર્થ શુક્લાને જેલમાં મોકલી દીધો હતો. બાદમાં સિદ્ધાર્થ શુક્લા જેલની અંદર ગરમી લાગી રહી હતી. આના પર સિદ્ધાર્થ શુક્લાએ ભારે હોબાળો મચાવ્યો. આ વિશે સલમાન ખાને સિદ્ધાર્થ શુક્લાને ઠપકો આપતા કહ્યું કે તમે જાણો છો કે અમે 42 ડિંગ્રી કે 45 ડીંગ્રી તાપમાનમાં ડાન્સ અને એક્શન કરીએ છીએ અને તમને ગરમી લાગે છે. આ જેલ તો કંઈ નથી. આ એક બનાવટી જેલ છે. તેમાં તમારી પાસે પલંગ અને વોશરૂમ છે. વાસ્તવિક જેલમાં તો જમવા માટે એક જ જગ્યા હોય છે, જમીન પર સૂવાનું અને ત્યાં જ વૉશરૂમ હોય છે. તેમાં કંઇ પણ રીતે સુવાનું હોય છે.

અઠવાડિના અંતમાં સલમાન ખાને પારસ છાબરાને કહ્યું કે પારસને કોઈ ફરક પડતો નથી, તેઓ બિગ બૉસને પણ ધમકી આપે છે. તેમને મારી કેટલીક વાતો પણ પસંદ નહોતી, પારસ છાબરાએ આ અંગે પોતાનો ખુલાસો આપ્યો અને કહ્યું, ના સાહેબ, તમારા વિશે કોણ બોલી શકે. આ અંગે સલમાને કહ્યું, મારી ઇચ્છા છે કે હું તમને બતાવી શકું, જ્યારે તમે બહાર આવો ત્યારે જુઓ.