ચોંકાવનારા રિપોર્ટનો વીડિયો : દિવાળીની રાત્રે સુરતમાં શ્વાસ લેવાનું બની ગયું દુષ્કર, અચાનક ઓક્સિજનની માત્રામાં થયો ઘટાડો

દિવાળીની રાત્રે સુરતમાં શ્વાસ લેવામાં અચાનક તકલીફ થવા માંડી હતી. ચારેતરફ ધૂમ્મસની ચાદર પથરાઈ જવા પામી હતી. લોકોને એટલી બધી મુશ્કેલી પડી કે ઘરમાંથી બહાર નીકળવાનું પણ અસહ્ય થઈ ગયું હતું.

આ ચોંકાવનારા રિપોર્ટની તપાસ કરતાં માલૂમ પડ્યું કે દિવાળીની રાત્રે સુરતમાં ધૂમ્મસીયું વાતાવરણ હતું અને પ્રદુષણની માત્રાનું રીડીંગ 100 કરતાં પણ વધી ગયું હતું, કેટલીક જગ્યાએ તો પ્રદુષણ માપક યંત્રથી પ્રદુષણની માત્રા નોંધવામાં આવી તો 100થી લઈ 122 અને 135 પ્રદુષણ પહોંચી ગયું હતું.

અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાના કારણે આકાશામાં કાળા ડિબાંગ વાદળો ઘેઘૂર બની ગયા હતા. હવામાં ફંગાળોતા ફટાડક્ડાનો ધૂમાડાને વિસ્તરી જવા માટે નીલ સ્પેસ મળી રહી ન હતી અને બધો જ ધૂમાડો સિટીની અંદર જ પ્રસરી ગયું હતું. ફટાક્ડા ઉપરાંત સુરતમાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતા ધૂમાડાના કારણે પણ ભેજવાળા વાતાવરણમાં પ્રદુષણ રસ્તાઓ અને ગલી-મહોલ્લા અને લોકોના ઘર સુધી પહોંચી ગયું હતું. શ્વાસ લેવામાં લોકોને એટલી બધી તકલીફ પડી કે કેટલાક માટે તો ગોળી ખાવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને ગર્ભવતી અને મહિલાઓ અને બાળકો તથા હાર્ટ પેશન્ટ્સને શ્વાસની તકલીફમાં વધારો થયો હતો.

જૂઓ પ્રદુષણમાં લપેટાયેલા સુરતનો વીડિયો…

ઓક્સિજનની માત્રા ઘટી જતાં અને હવામાં પ્રદુષણને ઓગળી જવા માટે રસ્તો નહીં મળવાના કારણે સુરતમાં પ્રદુષણની સ્થિતિ અત્યંત સ્ફોટક બની જવા પામી છે. આમ પણ ઠંડીની સિઝનમાં પ્રદુષણની માત્રા કેટલી વધી જાય છે એ હજીરા, સચીન, પાંડેસરા અને ઉધના જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં રસ્તાઓ પર દિવસે પણ લાઈટ ચાલુ કરીને જવું પડે તેની નોબત આવી જાય છે. આ અંગે ગુજરાત સરકારે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે નહીંતર સુરત ભવિષ્યમાં પ્રદુષણ ઓકતું સૌથી ખતરનાક શહેર બની જશે.