દિવાળી પર માવઠાથી ડાંગર, મગફળી, કપાસના પાકને નુકસાન

ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ-અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વાતાવરણમાં પલટો આવતાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત અનેક સ્થાને કમોસમી વરસાદ સાથે માવઠું થતાં જેની સીધી અસર ચોમાસું સિઝનના તૈયાર થયેલા પાક પર થઈ હતી. જેને પગલે ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતી સર્જાઈ રહી છે. એકટ્રોસીન નામની ફૂગના કારણે મગફળીના 20 લાખ હેકટર ઉપરાંતના પાકને ઠડિયામાં નુકસાન પહોંચાડતું હોવાથી જમીનની અંદર તૈયાર થઇ રહેલી મગફળીના પાકના બિયા પર સીધી અસર પડે છે. જેથી પાક પોચો પડતાં ગુણવત્તા જળવાતી નથી અને ઉતારો ઘટે છે.

રાજ્યમાં ચોમાસાએ વિધિવત વિદાય લીધા બાદ પણ ચાલુ વર્ષે માવઠાંના પગલે તૈયાર થયેલા મગફળીના જમીનની અંદર રહેલા દાણામાં ભેજ વધી જવાના કારણે મગફળીના પાકના બિયામાં એક્લાટોકસીન નામની ફૂગ પડે છે. જેના કારણે દાણા પોચા અને નબળા પડી જાય છે. જેથી પાકની ગુણવત્તા જળવાતી નથી અને ઉતારો ઘટી જાય છે. આ ઉપરાંત માવઠાંના પગલે જીવાતો અને ઇયળોનું પ્રમાણ વધી જાય છે જેના કારણે પાકનો દાણો ફોલી ખાતાં ડાંગર, બાજરી, મકાઇના પાકને પણ સીધી અસર થાય છે જેના પગલે ચાલુ વર્ષે ખેડૂતોને ખેતીમાં પારાવાર નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.