ISIS ચીફ બગદાદી: પાંચ વર્ષમાં 14 વખત મરી ચૂક્યો છે બગદાદી, જાણો ક્યારે અને કેવી રીતે?

આજથી લગભગ પાંચ વર્ષ પહેલા એટલે કે 4 જુલાઇ, 2014ના રોજ આઈએસઆઈએસના ચીફ અબુ બકર અલ-બગદાદીને મૌસુલની અલ-નૂરી મસ્જિદમાં પ્રથમ લોકોને સંબોધન કરતા જોવામાં આવ્યો હતો. આ મીટિંગમાં જ તેણે પોતાને ખલીફા જાહેર કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પરંતુ ઇરાકી સરકારે આ વીડિયોને બનાવટી ગણાવ્યો. જ્યારે, ઇરાકી વહીવટના કેટલાક અધિકારીઓના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય મીડિયાએ પુષ્ટિ કરી કે વિડિઓ સાચો છે અને બોલનાર બગદાદી છે. આના લગભગ એક વર્ષ પછી, વિશ્વના દેશોએ દાવો શરૂ કર્યો કે હવાઈ હુમલામાં બગદાદીની હત્યા થઈ છે અથવા તે ગંભીર રીતે ઈજા પામ્યો કે પકડાઈ ગયો છે. પરંતુ દર વખતે કેટલાક સમય પછી તેનો વીડિયો અથવા ઓડિઓ આવે છે અને ફરી જાણ થાય છે કે આતંકના આકો જીવિત છે.

11 ઓક્ટોબર 2015: ઇરાકી સેનાએ દાવો કર્યો હતો કે તેઓ સીરિયન સરહદ નજીક અંબર પ્રાંતમાં બગદાદીના કાફલા પર હુમલો કર્યો હતો જ્યારે તે અલ-કરબીલામાં ISIS/ISILની મીટિંગમાં જતો હતો. પરંતુ આ હુમલામાં બગદાદી પણ માર્યો ન હતો. બાદમાં માલમ પડ્યું કે આ કાફલામાં બગદાદી હતો જ નહીં.

જૂન, 2016: ઇરાકની સરકારી ટીવીએ દાવો કર્યો હતો કે બગદાદી અમેરિકી હવાઇ હુમલામાં માર્યો ગયો. પરંતુ ગઠબંધન દળોના પ્રવક્તાએ આની પુષ્ટિ કરી ન હતી.

14 જૂન 2016: મધ્ય પૂર્વના કેટલાક મીડિયાએ અહેવાલ આપ્યો કે બગદાદીને 12 જૂનના રોજ યુ.એસ.ના હુમલામાં રક્કા નજીક ઠાર મારવામાં આવ્યો માર્યો ગયો હતો, પણ ફરી એક વાર ગઠબંધન દળોના પ્રવક્તાએ આની પુષ્ટિ કરી ન હતી.

3 ઓક્ટોબર, 2016: ફરી એક વાર રિપોર્ટ આવ્યા કે બગદાદી અને તેના ત્રણ મોટા આતંકવાદી સાથીઓની એક હત્યારા દ્વારા ઝેર આપીને હત્યા કરવામાં આવી હતી. પરંતુ આ સમાચાર પણ ખોટા નીકળ્યા.

18 એપ્રિલ 2017: યુરોપિયન ડિપાર્ટમેન્ટ ફોર સિક્યોરીટી એન્ડ ઈન્ફર્મેશનને ટાંકીને અહેવાલો આવ્યા હતા કે સીરિયામાં બગદાદીની ધરપકડ કરવામાં આવી છે. તે સીરિયન અને રશિયન સેના દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયો છે. પરંતુ બાદમાં આ સમાચારને રશિયન સરકારે નકારી દીધો હતો.

11 જૂન 2017: સીરિયન સરકારની ટીવીએ કહ્યું કે અલ-બગદાદી અમેરિકી બંદૂકના હુમલામાં માર્યો ગયો. પરંતુ બગદાદીનો મૃતદેહ મળ્યો ન હતો.

16 જૂન 2017: રશિયન મીડિયામાં સમાચાર આવ્યા હતા કે રશિયન દળો દ્વારા હવાઇ હુમલામાં રક્કાની નજીક અલ બગદાદીની હત્યા થઈ છે. આ સાથે તેના 28 મુખ્ય સાથીદારો અને 300 લડવૈયાઓ પણ માર્યા ગયા હતા. બાદમાં તપાસમાં બહાર આવ્યું હતું કે ત્યાં 17-18 સામાન્ય નાગરિકો અને 10 આતંકવાદીઓ માર્યા ગયા છે. અમેરિકાએ પણ આ હુમલો અંગે શંકા વ્યક્ત કરી હતી.

23 જૂન 2017: રશિયન નેતા વિક્ટર ઓઝોરોવે કહ્યું કે અલ બગદાદીના મોતની ખબર 100 ટકા સાચી છે. બાદમાં, ઈરાને પણ દાવો કર્યો હતો કે રશિયા દ્વારા અલ-બગદાદીને હવાઇ હુમલામાં મારી દેવામાં આવ્યો છે.

29 જૂન, 2017: ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી ઇસ્લામિક રિપબ્લિકએ એક લેખ લખ્યો જેમાં ઈરાનના નેતા આયાતુલ્લાહ અલ ખૌમેનીએ કહ્યું કે બગદાદીની હત્યા કરવામાં આવી છે. એજન્સીએ પછીથી રિપોર્ટમાંથી નિવેદનને કાઢી નાંખ્યું હતું.

11 જુલાઈ 2017: ઇરાકી સમાચાર એજન્સી અલ સુમરિયાએ તેની વેબસાઇટ પર કહ્યું કે આઈએસઆઈએસએ સંદેશ આપ્યો છે કે બગદાદીની હત્યા થઈ છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે પણ બગદાદીના મોતની પુષ્ટિ કરી હતી. પરંતુ અમેરિકન વહીવટીતંત્ર આની પુષ્ટિ કરી રહ્યું ન હતું. બગદાદીને શોધવા પ્રયાસ ચાલુ હતા.

28 જુલાઈ 2017: ડ્રોન નિષ્ણાત બ્રેટ વેલીકોવિચે કહ્યું કે તેણે બગદાદી પર ઘણી વખત હુમલો કર્યો. પરંતુ તે દર વખતે છટકી ગયો. બ્રેટ વિલ્કોવિચે અત્યાર સુધી બગદાદી પરના તમામ હુમલાઓને નકારી દીધા છે.

23 ઓગસ્ટ 2018: ISIS/ISILની મીડિયા વિંગ, અલ-ફુરકાને ઓડિઓ નિવેદન જારી કર્યું હતું જેમાં અલ-બગદાદી સંભળાય છે. આ પછી, બગદાદીના મૃત્યુના સમાચારો પણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.

29 એપ્રિલ 2019: અલ-બગદાદીનો વીડિયો સામે આવ્યો જેમાં તે શ્રીલંકામાં ઇસ્ટર હુમલાની પ્રશંસા કરી રહ્યો છે.