આ પાર્કીંગની કિંમત જાણીને તમે થઈ જશો દંગ, આટલા કરોડમાં વેચાઈ પાર્કીંગની જગ્યા

હોંગકોંગની-73 માળની ઇમારત ધ સેન્ટરની પાર્કીંગ સ્પેસ 969,000 ડોલર (6.78 કરોડ રૂપિયા)માં વેચાઈ છે. આ અત્યાર સુધીની સૌથી મોંઘી પાર્કીંગ જગ્યા છે. મીડિયા અહેવાલો પરથી આ માહિતી મળી છે. આ પાર્કીંગ જગ્યાનું ક્ષેત્રફળ 134.5 ચોરસ ફૂટ છે.

સાઉથ ચાઇનાનાં અખબાર મોર્નિંગ પોસ્ટના જણાવ્યા અનુસાર, પાર્કીંગની જગ્યા વેચનાર જોની ચેંગ શુન-યેએ જણાવ્યું હતું કે તેણે બિલ્ડિંગમાં ઓફિસ ધરાવનાર વ્યક્તિને પોતાનું ચોથું અને અંતિમ પાર્કીંગ વેચી દીધું હતું. જોકે તેણે ખરીદનારની ઓળખ જાહેર કરવાની ના પાડી.

હોંગકોંગની આ સંપત્તિ કેટલી મોંઘી છે તેનો અંદાજ છે, પાર્કીંગ જગ્યાની કિંમત પ્રતિ ચોરસ ફૂટ 7,200 ડોલર (5 લાખ રૂપિયા) છે, જ્યારે યુ.એસ.ના મેનહટનમાં રીઅલ એસ્ટેટની કિંમત  1,770 ડોલર (1.24 લાખ) છે. ) પ્રતિ ચોરસ ફૂટ છે. આનો મતલબ એ થયો કે હોંગકોંગની આ પાર્કીંગ સ્પેસની કિંમત ન્યૂયોર્કના એક લક્ઝ્યુરીયસ એપાર્ટમેન્ટ કરતાં પણ ચાર ગણી વધારે છે.