જૂઓ વીડિયો: ક્યાર વાવાઝોડાની ઈફેક્ટ, સુરતમાં ધોધમાર વરસાદ, દિવાળીએ શહેર થયું પાણી-પાણી

સાયક્લોન ક્યારના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બપોર પછીથી કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા હતા. લોકો દિવાળીની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા અને અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે.

સુરતમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. રસ્તાઓ ભીંજાઈ ગયા છે. અરબી સમુદ્રમાં સાયક્લોન ક્યારની ઘાત ગુજરાતના માથેથી ટળી ગઈ છે પરંતુ તેની ઈફેક્ટથી સુરત સહિત દરીયા કાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

દિવાળીની ખરીદીની મજા વરસાદે બગાડી નાંખી હતી અને લોકો તથા દુકાનદારોએ છેલ્લા બે-ત્રણ દિવસથી ઘરાકીનું મોઠું જોયુ હતું પણ વરસાદે દિવાળીને ભીંજવી નાંખી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર મળી રહ્યા છે. જનજીવન ઠપ્પ થઈ જવા પામ્યું છે. લોકોએ ફરી રેઈનકોટ અને છત્રી ખોલવાનો વારો આવ્યો છે.

જૂઓ વીડિયો…