મહારાષ્ટ્રમાં શિવસેના આકરા પાણીએ, ભાજપ સામે મૂકી આવી હાર્ડકોર શરત

હરિયાણામાં ભાજપે સરકાર બનાવવા માટે મેજિક ફીગર હાંસલ કર્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાં તેના માટે સમસ્યાઓ ઉભી થઈ છે. ચૂંટણીમાં નવી સરકારમાં સમાન ભાગીદારી મેળવવા માટે તેની સાથી પાર્ટી શિવસેના જેવા ભગવા પક્ષને સંતુલિત કરવો એ એક મોટો પડકાર છે. શનિવારે શિવસેનાએ પોતાનું આકરું વલણ લઈ કહ્યું કે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રીની ફોર્મ્યુલા હોવી જોઈએ અને ભાજપના નેતૃત્વએ આ બાબત લેખિતમાં આપવી પડશે.

ભાજપે મહારાષ્ટ્રમાં શિવસેનાસાથે મળીને ચૂંટણી લડી હતી, જ્યારે શિવસેનાને 56 બેઠકો મળી હતી. આમ મહાગઠબંધનમાં બહુમતી માટે 145ની જરૂરિયાતનો આંકડો છે, પરંતુ શિવસેનાના બદલાયેલા વલણથી સરકારની રચના અંગે સસ્પેન્સ ઉભું થયું છે.

શનિવારે બપોરે શિવસેના વિધાનમંડળની પાર્ટી મુંબઈ ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી ખાતેના નિવાસે મળી હતી. શિવસેનાના નેતા પ્રતાપ સરનાયકે બેઠક બાદ મીડિયાને જણાવ્યું હતું કે, ‘અમારી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે અમિત શાહે લોકસભાની ચૂંટણી પહેલા 50-50 ફોર્મ્યુલાઓનું વચન આપ્યું હતું, આ મુજબ, બંને પક્ષોને અઢી-અઢી વર્ષ માટે સરકાર બનાવવાની તક મળવી જોઈએ. શિવસેનાના મુખ્યમંત્રી પણ હોવા જોઈએ. ઉદ્ધવ ઠાકરેને ભાજપ દ્વારા લેખિતમાં આ અંગે ખાતરી આપવાની રહેશે.

ભાજપ-શિવસેનાના સંબંધોમાં તણાવને જોઈને મહારાષ્ટ્ર કોંગ્રેસે સંકેત આપ્યો કે તે શિવસેનાની આગેવાનીવાળી સરકારને ટેકો આપી શકે છે. કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વાડેતિવારે શનિવારે કહ્યું, ‘બોલ ભાજપની કોર્ટમાં છે. શિવસેનાએ નિર્ણય લેવાનો છે કે તે પોતાનો પાંચ વર્ષનો મુખ્યમંત્રી ઇચ્છે છે કે અઢી વર્ષના મુખ્યમંત્રીની માંગ અંગે ભાજપના જવાબની રાહ જોશે. જો સેના અમને કોઈ પ્રસ્તાવ આપે છે, તો અમે તે અંગે અમારા હાઈકમાન્ડ સાથે વાત કરીશું.

અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબલ અને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ હુસેન દલવી દ્વારા પણ આવી જ દરખાસ્ત કરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે મીડિયા કર્મચારીઓને જણાવ્યું હતું કે, શિવસેના સાથે અમારી આજ સુધી કોઈ વાતચીત થઈ નથી. તેમ છતાં, જો કોઈ સેના તરફથી કોઈ પ્રસ્તાવ આવશે તો આ બાબતે નિર્ણય કરવા માટે પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ મૂકીશું, કોંગ્રેસ, એનસીપી અને તેના અન્ય સાથી પક્ષોએ 288 સદસ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભાની 117 બેઠકો જીતી લીધી છે. આવી સ્થિતિમાં, જો શિવસેના પણ સાથે આવે, તો આંકડો આરામથી બહુમતી સુધી પહોંચશે.