ફ્લોપ ફિલ્મોના સિલસિલા બાદ શાહરૂખ ખાન કઈ ફિલ્મથી કરી રહ્યો છે કમબેક? જાણો

છેલ્લા ઘણા સમયથી શાહરૂખ ખાન રૂપેરી પડદે કમબેક કરવાનો છે તેવી વાતો ચગી રહી છે. હવે આને લગતા છેલ્લા સમાચાર એ છે કે, શાહરૂખ ખાન દિગ્દર્શક એટલીની ફિલ્મથી કમબેક કરવાનો છે. જોકે આ વાતને સત્તાવાર સમર્થન મળ્યું નથી.

તાજેતરમાં એક ઇવેન્ટમાં દિગ્દર્શક હરિ શંકરે આ વાતનો ઘટસ્ફોટ કર્યો છે. હરિ શંકરની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જેમાં હરિ શંકર કહે છે કે, ’’લેખક-દિગદર્શક કરતાં પણ હું ફેન હોવાને નાતે આ વાતની ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યો છું. સમાચાર મળ્યા છે. પરંતુ હું જાણતો નથી કે, આ ક્યારે બનશે. એટલી સર અને કિંગ ખાન સાથે કામ કરવાના છે. દિગ્દર્શક આગામી ફિલ્મમાં શાહરૂખ ખાનને દિગ્દર્શન કરવાનો છે. હું શાહરૂખ ખાનનો ફેન છું, અને આ જોડીનો આતુરતાથી રાહ જોઇ રહ્યો છું. જલદી જ તેઓ આ ફિલ્મની જાહેરાત કરે જેથી મને આ પ્રસંગે જવાનો મોકો મળે, અને હું શાહરૂખ ખાનને અંગત રીતે મળી શકું.’’

હરિ શંકરે આ બધી વાતો એટલીની એક ફિલ્મ ’વ્હિસલ’ની પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. એટલીની આવનારી ફિલ્મ ’બિજિલ હૈ’ નું ટ્રેલર પણ શાહરૂખે પોતાના ટિ્‌વટરે કાઉન્ટ પરથી શેર કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, એટલી તમિલ સિનેમાનો ઉત્તમ દિગ્દર્શકોમાંનો એક છે. તેણે ’માર્સલ’ જેવી સફળ ફિલ્મ બનાવી છે.