મંદીની ઐસી-તૈસી: ઘનતેરેસે આટલા કરોડ રૂપિયાનું સોનું વેચાઈ ગયું, આંકડો જોઈને ચોંકી જશો

સમગ્ર દેશમાં મંદીની બૂમરાણ ચાલી રહી છે. પણ આજે ઘનતેરેસે કરોડો રૂપિયાનું સોનું વેચાયું હોવાનો અંદાજ સેવવાામાં આવી રહ્યો છે. ધનતેરસ પર પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુ જવેલરી, સિક્કા, વાસણ અને અન્ય સમાન વેચાયું હોવાનો અંદાજ કરવામાં આવી રહ્યો છે. આ આંકડા ગત વર્ષની સરખામણીમાં 20થી 25 ટકા વધુ ગણવામાં આવી રહ્યા છે.

ગત સપ્તાહથી બજારમાં પરત ફરેલી રોનકથી ઉત્સાહિત જવેલર્સનું માનવું છે કે પહેલા કારોબાર નબળો રહેવાની શકયતા હતી, પરંતુ સોના-ચાંદીની કિંમતોમાં સ્થિરતાથી જવેલરી અને સિક્કાનું વેચાણ આશા કરતા સારું રહેવાનું અનુમાન છે. ખાસ કરીને લાઈટવેટ જવેલરી અને સિક્કાના કારોબારમાં ગત વર્ષેની સરખામણીમાં 30-35 ટકાનો ઉછાળો આવવાની શકયતા છે.

રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢના વિવિધ જવેલર્સ સાથે કરવામાં આવેલી વાતચીતના આધારે લગાવવામાં આવેલ અનુમાન મુજબ સમગ્ર દેશમાં ધનતેરસ પર 2,500 કરોડ રૂપિયાથી વધુના સોના-ચાંદીના સિક્કા, મૂર્તિઓ, વાસણ અને આભૂષણ વેચાયાનું અનુમાન છે. તેમાં લગભગ 1,200 કરોડ રૂપિયાના ચાંદીના સિક્કા, લગભગ 400 કરોડ રૂપિયાના સોનાના સિક્કા અને 900 કરોડ રૂપિયાની ચાંદીની મૂર્તિઓ, વાસણ અને સિલ્વર જ્વેલરી સામેલ છે. જ્યારે 2,500 કરોડ રૂપિયાથી વધુની જ્વેલરી વેચાયાનું અનુમાન છે.

ધનતેરસ પર મહારાષ્ટ્રમાં સૌૈથી વધુ ૬૫૦-૭૦૦ કરોડ, ગુજરાતમાં ૪૦૦-૫૦૦ કરોડની જ્વેલરી-સિક્કા વેચાવવાનું અનુમાન છે. બુધવારે દિલ્હીમાં સોનાની કિંમત ૧૭૭ રૂપિયા વધીને ૩૮,૯૩૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહી. જ્યારે ચાંદીની કિંમત ૨૯૦ રૂપિયા વધી ૪૬,૫૬૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી.