સાયક્લોન ક્યારથી ગુજરાત પર કેટલું જોખમ છે? શું છે વાવાઝોડા અંગેની ફોરકાસ્ટ ?

સ્કાયમેટ દ્વારા વારંવાર દર્શાવવામાં આવી રહ્યું છે કે આ સમયે અરબ સાગર પર સર્જાયેલું વાવાઝોડું ક્યાર 80 ટકા ઓમાન અથવા યમનની તરફ ફંટાઈ જવાની શક્યતા છે. બહુ ઓછા વાવાઝોડા ગુજરાતના દરીયા કાંઠાના વિસ્તાર સાથે અથડાય છે.

ભારતીય હવામાન ખાતાએ શુક્રવારે જણાવ્યું કે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાત તોફાન ક્યાર ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલ તેનું સેન્ટર મહારાષ્ટ્રના રત્નાગીરીથી અંદાજે 240 કિમી દુર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં છે. આ સિસ્ટમ હાલ અક્ષાંશ 15.4-N અને રેખાંશ 70.4 -E પર કેન્દ્રીત છે. જે રત્નીગીરીથી મુંબઈની 460 કિમીમાં સલાલા ઓમાનથી 1710 કિમી સ્થિર છે. આ સિસ્ટમ ઓક્ટોબર સુધીમાં દરીયા કિનારે ત્રાટકવાની સંભાવના છે.

જોકે, આ ચક્રવાતી તોફાનની ઓમાન અથવા યમન તરફ ફંટાઈ જવાની શક્યતા છે. આ સમયે ચક્રવાત પર હવામાન વિભાગ ચાંપતી નજર રાખી રહ્યું છે.

આવતી કાલ સુધીમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને કેટલાક પ્રદેશમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. ઉત્તર કર્ણાટક તેમજ કોંકણ અને ગોવામાં 27 ઓક્ટોબર સુધી ઝડપી પવન પવનો દરીયો તોફાની બને તેવી શક્યતા છે. આવતા 24 કલાકથી 48 કલાક સુધી દરિયાની પરિસ્થિતિઓ રફથી ખૂબ જ રફ રહેશે. તેથી, માછીમારો અને સામાન્ય લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી 24 કલાક સમુદ્રમાં ન જાય.