BNI પેશનના લોન્ચ સાથે ઇતિહાસ સર્જાયો

2019 -બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) સુરતે 29મી જુલાઇ 2016ના રોજ સ્થાપના બાદ રેફરલ માર્કેટિંગ તરીકે ઓળખાતા સુપરલેટિવ ટેક્નો-નેટવર્કિંગ (ટેક્નોલોજી આધારિત નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન)એ 24 ઓક્ટોબર, 2019ના રોજ વિશ્વના સૌથી મોટા સેન્ટેનિઅલ (શતાબ્દી) ચેપ્ટર બીએનઆઇ પેશન લોન્ચ કરવાની જાહેરાત કરીને ઇતિહાસ રચ્યો છે તથા તમામ વર્લ્ડ રેકોર્ડ્સ તોડ્યાં છે. શહેરના ડુમસ રોડ ખાતે ટીજીબીહોટલમાં આયોજિત બીએનઆઇ પેશનના ભવ્ય લોન્ચ પ્રસંગે સુરતના 200થી વધુ અગ્રણી કારોબારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે બીએનઆઇ પેશન એ બીએનઆઇ સુરતનું 21મું ચેપ્ટર છે, જેણે 137થી વધુ સ્થાપક સદસ્યોની સંખ્યા સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, જે ખરા અર્થમાં અદ્ભુત અને અકલ્પનિય છે. બીએનઆઇના સભ્યો ચેપ્ટર્સમાં વિવિધ બિઝનેસ કેટેગરીનું પ્રતિનિધિત્વ કરે છે. બીએનઆઇ સુરતે માત્ર ત્રણ વર્ષમાં કુલ 21 ચેપ્ટર્સ લોન્ચ કર્યાં છે, જેમાંથી 5 ચેપ્ટર સેન્ટેનિઅલ (શતાબ્દી)છે અને તેના સદસ્યોની સંખ્યા 1500થી વધુ છે. સતત 33માં મહિને બીએનઆઇ સુરત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ સાધતા રિજન તરીકેની ઓળખ ધરાવે છે અને 74થી વધુ દેશોમાં વિશ્વનું પ્રથમ ક્રમનું રિજન છે.

મહત્વપૂર્ણ છે કે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) વિશ્વનું સૌથી મોટું અને 37 વર્ષ જૂનું રેફરલ ઓર્ગેનાઇઝેશન છે. સુરતના જાણીતા સીએ ગૌરવ વી. સંઘવી અને ડો. નીધિ સંઘવીએ શહેરમાં તેની શરૂઆત કરી હતી અને તેઓ બીએનઆઇ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે. બંન્ને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સનું માનવું છે કે બીએનઆઇ ઉત્સાહી લીડર્સથી ભરપૂર છે કે જેઓ નિયમિત ધોરણે નવી ઉંચાઇઓ અને સિદ્ધિ હાંસલ કરે છે. બીએનઆઇના ઇતિહાસની આ અદ્ભુત ક્ષણનો હિસ્સો બનવું એ બીએનઆઇના ડિરેક્ટર તરીકે મારા માટે સૌથી ગર્વની બાબત છે.

તેમણે કહ્યું કે  મને આશા છે કે આ લોન્ચ સિનિયર લોન્ચ ડિરેક્ટર નરેશ અગ્રવાલની કામગીરીનો પુરાવો છે અને વિશ્વભરના બીએનઆઇ લીડર્સને પ્રેરિત કરે છે. બીએનઆઇ સુરત વિવિધ ક્ષેત્રોના હજારો બિઝનેસમેનને ભેગા કરીને તેમના કારોબારમાં નોંધપાત્ર વૃદ્ધિ કરવામાં મદદરૂપ બન્યું છે. બીએનઆઇ ક્વોલિફાઇડ બિઝનેસ રેફરલ્સ માટે પોઝિટિવ, સુપરલેટીવ, સ્ટ્રક્ચર્ડ એનવાયર્નમેન્ટ પૂરું પાડે છે. બીએનઆઇ વિશિષ્ટ એટલા માટે છે કારણ કે દરેક બીએનઆઇ ચેપ્ટરમાં પ્રોફેશન દીઠ માત્ર એક જ સદસ્યને પ્રતિનિધિ કરવાની તક મળે છે.