હાર બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે શું કહ્યું?

રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોરે હાર બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. અલ્પેશ ઠાકોરે કહ્યું કે ષડયંત્ર રચીને મને હરાવવામાં આવ્યો છે. લોકોના કામો કર્યા અને રાધનપુર માટે ઘણું કર્યું છે. હવે નવી શક્તિ અને નવા જોશ સાથે અલ્પેશ ઠાકોર કામ કરશે.

બાયડ બેઠક પરથી હારી ગયેલા ભાજપના ઉમેદવાર ધવલસિંહે મીડિયાને કહ્યું કે હવે 2022 માટે નવા અધ્યાયની શરૂઆત કરીશું. લોકોના કામો કરતા રહીશું અને આગામી દિવસોમાં લોકોની વચ્ચે રહીશું.

અત્રે નોંધનીય છે કે રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોરનો કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે પરાજય થયો છે અને ધવલસિંહ ઝાલાને કોંગ્રેસના ઉમેદાવર જશુભાઈ પટેલે હરાવ્યા છે.