ભાવનગર: તળાવમાં બાળકીનું પગ લપસી ગયું, ભાઈ-માતા બચાવવા દોડ્યા અને પછી સર્જાઈ ગમખ્વાર ઘટના

ભાવનગરના સિહોર તાલુકાના ખારી ગામે કરૂણ ઘટનામાં બે બાળકો સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મળતી માહિતી મુજબ ત્રણેય તળાવની પાસેથી પસાર થઈ રહ્યા હતા. અચાનક, ચાર વર્ષની માસુમ બાળાનું પગ લપસી ગયું અને તે ડૂબવા લાગી હતી. માતા અને ભાઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ આ બન્ને જણા પણ ડૂબી ગયા હતા અને મોતને ભેટ્યા હતા.

મૃતકોની ઓળખ 27 વર્ષીય નયનાબેન રાઠોડ, ચાર વર્ષની પુત્રી માયા અને 9 મહિનાના લાલજી તરીકે થઈ છે. ત્રણેય ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક લપસી પડતાં માયા તળાવમાં પડી ગઈ. તેને બચાવવા માટે માતા પુત્રને તળાવને કાંઠે બેસાડી પાણીમાં કૂદી પડી હતી. જોકે, કમનસીબી એ છે કે તળાવ કિનારે બેઠેલો નવ વર્ષનો લાલજી પણ રમતા રમતા તળાવમાં પડી હયો તો. ત્રણેયનું કરૂણ મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કેસની તપાસ શરૂ કરી છે. જોકે, તહેવારો પહેલા એક જ પરિવાર સાથે જોડાયેલા ત્રણ લોકોના મોતથી પરિવાર સહિત આખું ગામ હિબકે ચઢ્યું હતું. તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા આ જ વિસ્તારમાં તળાવમાં ડૂબી જવાથી ત્રણ ભાઇઓનું મોત નીપજ્યું હતું.