મહારાષ્ટ્રમાં ફરી ભગવા સરકાર:  ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમતી, મળી 162 સીટ

મહારાષ્ટ્ર વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં ફરી એક વખત ભાજપ અને શિવસેનાનો ઝળહળતો વિજય થયો છે. ભગવા યુતિ ફરી સત્તારૂઢ બનશે. ટ્રેન્ડમાં આ યુતિને બહુમતી મળી ચૂકી છે.  મહારાષ્ટ્રની 288 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી તેના છેલ્લા સમાચાર મુજબ ભાજપ અને શિવસેના 158, કોંગ્રેસ અને એનસીપી 100 તથા અન્યો 30 બેઠકો મેળવે છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામમાં શરૂઆતી વલણ મુજબ 288 બેઠકો પૈકી મોટાભાગની બેઠકો પર ભાજપ-શિવસેના અને સહયોગી પક્ષો જીતી રહ્યા હોવાથી ભાજપ-શિવસેનાના સરકારનું પુનરાવર્તન નક્કી છે. શરદ પવારના નેતૃત્વવાળી પાર્ટી એનસીપીનું પ્રદર્શન સારૂ રહેતા કોંગ્રેસ કરતા વધુ બેઠકો મેળવી છે.

શિવસેનાના ડેબ્યુ ઉમેદવાર આદિત્ય ઠાકરે વર્લી બેઠક પરથી એનસીપીના ડો. સુરેશ માને સામે 19 હજારથી વધુ મતથી જીત્યા. એકઝીટ પોલ્સમાં મહારાષ્ટ્રમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાનો અંદાજ મુકાયો હતો જેમા ભાજપ – શિવસેનાના ગઠબંધનને 188-243 બેઠકો મળવાની અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી. 21મી ઓકટોબરે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો ઉપર 61.13 ટકા મતદાન થયુ હતુ.