જાણો અલ્પેશ, ધવલસિંહ અને અમરાઈવાડીમાં જગદીશ પટેલને કેટલા વોટ મળ્યા? આ રહ્યા સત્તાવાર આંકડા

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં 6 બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્રણ બેઠક ભાજપ અને ત્રણ બેઠક કોંગ્રેસ પાસે ગઈ છે. ભાજપ પાસે ચાર સીટ હતી તેમાંથી ભાજપે થરાદ વિધાનસભા ગુમાવી છે. જ્યારે કોંગ્રેસે બાયડ અને રાધનપુર બેઠક જાળવી રાખી છે. આ ઉપરાંત ભાજપે અમરાઈવાડીની સીટ જાળવી છે તો લૂણાવાડા વિધાનસભામાં ભાજપનો 17 વર્ષ પછી વિજય થયો છે.