મોદી સરકારની ખેડુતોને દિવાળી ગિફટ: રવિ પાક માટે ટેકાના ભાવ વધાર્યા, જાણો હવે કેટલો થયો છે ભાવ

આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ખેડુતોને દિવાળીની ભેટ આપી છે. રવિ પાકની વાવણી શરૂ થાય તે પહેલા સરકારે રવિ પાકના ન્યૂનતમ ટેકાના ભાવ-એમએસપીમાં વધારાની જાહેરાત કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, આજે યોજાનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વર્તમાન પાક વર્ષ 2019-20 (જુલાઈ-જૂન)ની આગામી રવિ સીઝન માટે પાકનો એમએસપી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, કેબિનેટ દ્વારા ઘઉંના એમએસપીમાં 85 રૂપિયા અને બાજરીના એમએસપીમાં 85 રૂપિયા વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના નિર્ણય બાદ ઘઉંના ટેકાના ભાવ રૂ. 1,840થી વધીને રૂ. 1,925 પ્રતિ ક્વિન્ટલ થયા છે. લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપીમાં વધારાના નિર્ણયથી સરકાર પર રૂ .3,000 કરોડનો વધારાનો બોજો પડશે.