તાનાજીનું પોસ્ટર રિલીઝ: અજય દેવગન અને સૈફ અલી ખાન ફરી એક વાર સાથે

અજય દેવગન અને સૈફ અલી ખાનની કેમેસ્ટ્રી ફરી એક વખત પડદા ઉપર જોવા મળશે. બન્નેની આગામી ફિલ્મ તાનાજી, ધ અનસંગ વોરિયરનું નવું પોસ્ટર જારી થઈ ચુક્યું છે. આ પોસ્ટર્સમાં અજય દેવગન અને સૈફ અલી ખાન ખતરનાક લુકમાં જોવા મળી રહ્યા છે. અજયે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટર ઉપર તાનાજીના બે પોસ્ટર શેર કર્યા હતા.

તસવીરમાં અજય દેવગન લાલ રંગની પાઘડીમાં દેખાઈ રહ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે ‘ખબરદાર, વહ તલવાર સે ભી જ્યાદા ધાર હૈ’. જ્યારે અન્ય એક પોસ્ટરમાં સૈફ અલી ખાન ચાલાકીભર્યું હાસ્ય આપી રહ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે ‘હો સકતા હૈ ઘાવ તલવાર સે ભી ઝ્યાદા ગેહરા હો’.’ રાઉતના નિર્દેશનમાં બનેલી તાનાજીમાં અજય દેવગન સુબેદાર તાનાજી માલસુરેની ભૂમિકામાં છે.

ફિલ્મમાં સૈફ અને કાજોલ પણ મહત્વના રોલમા હશે. અગાઉ ફિલ્મ 22 નવેમ્બર 2019ના રજૂ થવાની હતી. જો કે હવે 10 જાન્યુઆરી 2020 રિલિઝ ડેટ નક્કી થઈ છે. આ દિવસે મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી દીપિકા પાદુકોણે અભિનિત છપાક પણ રિલિઝ થઈ રહી છે.