સુરત પોલીસે 27 લાખ રૂપિયાનું સોનું ઝડપી પાડ્યું છે. નવાઈની વાત એ છે કે આરોપીઓની કબૂલાત જોતાં આ સોનું અમદાવાદ અરપોર્ટ પરથી આબાદ નીકળી ગયું હતું અને વાયા સુરત સોનાને ભરૂચ પહોંચાડવામાં આવાનરું હતું, પણ સુરતના ચોકબજાર પોલીસે સોનું સગેવગે થાય તે પહેલાં જ સુરતમાં ઝડપી પાડી કાયદેસરની કારય્વાહી કરી હતી.
આરોપીઓની પૂછપરછમાં ખુલેલી વિગતો મુજબ સોનાં શોએબ ઝકરીયા નામના ઈસમે પોલીસને જણાવ્યું હતું કે પાંચમી ઓક્ટોબરે તેનો ભાઈ સાજીદ ઝકરીયા પટેલે દુબઈથી આ સોનું પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર લઈ આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પરથી આ સોનું પોલીસની ચેકીંગમાંથી કેવી રીતે નીકળી ગયું તે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. અમદાવાદ સુધી પહોંચી ગયેલા સોનાને છઠ્ઠી ઓક્ટોબરે સાજીક સુરતના મક્કાઈ પુલ સર્કલ ખાતે આપી ગયો હતો અને આજે સોનાની ડીલીવરી જંબૂસર ખાતે રહેતા અફઝલ નામના ઈસમને કરવામાં આવનારી હતી.
27 લાખના સોનાનાં કેસમાં સુરત પોલીસે 104, બ્લ્યુ રેસિડન્સી, પાયકવાડ, રાંદેર, સુરત (મૂળ ગામ-ભડકોદરા, જંબૂસર,જિ,ભરૂચ)ના 33 વર્ષીય સલમાન ઈબ્રાહીમ પટેલ અને દરગાહ કમ્પાઉન્ડ, મક્કાઈ પુલના નાકે, અડાજણ પાટીયા, સુરત ખાતે રહેતા(મૂળ ગામ- ભડકોદરા, જંબસુર,જિ.ભરૂચ)ના શોએબ ઝકરીયા પટેલની અટકાયત કર્યા બાદ ધરપકડ કરી હતી. આ બન્ને પાસેથી મોબાઈલ ફોન સહિત 27 લાખ રૂપિયાનું સોનું પકડી પાડ્યું છે.
આ કામગીરીમાં ચોકબજાર પોલીસના પીઆઈ એસબી ભરવાડ, પીએસઆઈએમ.એ.ચૌધરી, અહેકો જિતેન્દ્ર પરષોત્તમભાઈ, મહંમદ ઈર્શાદ ગુલામ સાદીક, અપોકો અમિત બિરેન્દ્રિસંગ, અહેકો દર્શન તળજાભાઈ અને અપોકો પરાક્રમસિંહ સુખદેવ સિંહ જોડાયા હતા અને બન્ને આરોપીઓને વેડ રોડ વિસ્તારની પંડોળની પોળ પાસેથી પકડી પાડ્યા હતા.