વીડિયો: અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે આ વિસ્તારોમાં વરસાદ પડ્યો

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે ત્યારે આજે સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુરતમાં ગઈ રાત્રે પણ ઝરમર-ઝરમર વરસાદ પડ્યો હતો અને આજે બપોરે પણ ચપટી વરસાદ પડ્યો હતો. માવઠું કહેવાય, પાછોતરો વરસાદ કહેવાય કે પછી બીજું કંઈક, બધા ગણિત માંડી રહ્યા છે.

આમ તો ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી છે અને વરસાદના કોઈ અણસાર ન હતા પણ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરે ગુજરાતને ફરીથી તરબોળ કરવાનું ઠાની લીધું હોય એવું લાગે છે. સુરતમાં વરસાદની ઝરમરીના કારણે પાછલા કેટલાક દિવસથી અસહ્ય બફારાનો સામનો કરી રહેલા સુરતીઓએ હાશકારો અનુભવ્યો હતો પણ થોડા સમય બાદ ફરીથી તડકો જોવા મળ્યો હતો.

જોકે, હજુ પણ આકાશ ઘેઘૂર છે અને વરસાદ હજુ પણ વરસશે એવા વર્તારા મળી રહ્યા છે. સામી દિવાળીએ વરસાદના વર્તારા દુકાનદારોનું ટેન્શન વધારી રહ્યું છે.

જૂઓ વીડિયો…