મહારાષ્ટ્રમાં 63.55 ટકા અને હરિયાણામાં 56.65 ટકા મતદાન, 24મીએ પરિણામ જાહેર કરાશે

મહારાષ્ટ્રમાં 288 અને હરિયાણામાં 90 બેઠકોવાળી વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થઈ ગયું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં સરેરાશ 63.55 ટકા અને હરિયાણામાં સરેરાશ 56.65 ટકા મતદાન થયું હોવાનું ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે.  જો કે પ્રારંભીક કલાકોમાં મતદારો નીરસ જોવા મળ્યા હતાં. આજે મતદાન માટે મહારાષ્ટ્રના પાટનગર મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં સલામતીનો અત્યંત કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં, આજે સવારે વહેલા જઈને મતદાન કરનાર જાણીતી હસ્તીઓમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી (નાગપુર), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંસ્થાના પ્રમુખ મોહન ભાગવત (નાગપુર મધ્ય), રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર (બારામતી), મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર જુલિયો રીબેરો (વરલી-મુંબઈ)નો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર અને હરિયાણાના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ મતદાન શરુ થતાં પહેલા ટિંટ કર્યા હતાં.

ગયા મે મહિનામાં લોકસભા ચૂંટણીમાં બહુમતી સાથે વિજય મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી માટે આ બંને રાજ્યની વિધાનસભાની ચૂંટણી જીતવાનો પડકાર છે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર જુલિયો રીબેરોએ વરલી વિસ્તારમાં મતદાન કર્યું હતું.

અભિનેત્રી શોભા ખોટેએ અંધેરી મતવિસ્તારમાં પોલિંગ બૂથમાં જઈને મતદાન કર્યું. બંને રાજ્યમાં મતગણતરી 24 આેક્ટોબરે કરાશે અને એ જ દિવસે બપોર સુધીમાં પરિણામ જાહેર થઈ જશે.

હરિયાણામાં હાલ ભાજપનું શાસન છે. ત્યાં કુલ 1,169 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં 1,064 પુરુષો છે અને 104 મહિલાઆે છે. આ મહિલાઆેમાં કુસ્તીબાજ બબિતા ફોગાટનો પણ સમાવેશ થાય છે, જે ચરખી દાદ્રી બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં, શાસક ભારતીય જનતા પાર્ટી-શિવસેના જોડાણ સતત બીજી મુદતમાં સત્તા મેળવવા કૃતનિશ્ચયી છે. તો સામે બાજુએ, કાેંગ્રેસ અને રાષ્ટ્રવાદી કાેંગ્રેસ પાર્ટીનું જોડાણ ફરી સત્તા કબજે કરવા પ્રયત્નશીલ છે.

મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે ચૂંટણી છે. સમગ્ર રાજ્યમાં એ માટે વિવિધ રાજકીય પક્ષોના 3,237 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતયા¯ છે. 49 વષ}ય મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સતત બીજી વાર સત્તા મેળવનાર પ્રથમ બિન-કાેંગ્રેસી સરકારના વડા બનીને ઈતિહાસ રચવાને આરે છે. ફડણવીસ નાગપુર સાઉથ-વેસ્ટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યાં એમની સામે કાેંગ્રેસે આશિષ દેશમુખને ઉભા રાખ્યા છે. આ ઉપરાંત સાત અપક્ષ સહિત બીજા 18 ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપના નેતાઆેને વિશ્વાસ છે કે ફડણવીસ આસાનીથી જીતી જશે અને એ જ ફરી મુખ્ય પ્રધાન પણ બનશે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ (કાેંગ્રેસ) કરાડ સાઉથ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યાં એમનો મુકાબલો કરી રહ્યા છે ભાજપના અતુલબાબા ભોસલે. એક અન્ય ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કાેંગ્રેસી નેતા અશોક ચવ્હાણ ભોકર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યાં એમને ભાજપના શ્રીનિવાસ ઉર્ફે બાપુસાહેબ દેશમુખે પડકાર ફેંક્યો છે.

રાષ્ટ્રવાદી કાેંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ધુરંધર અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત અનંતરાવ પવાર એમના પરિવારના ગઢ ગણાતા બારામતીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. એમનો સામનો કરી રહ્યા છે ભાજપના ગોપીચંદ કુંડલિક પડલકર. મહારાષ્ટ્રના અન્ય ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના નેતા છગન ભુજબળ ચૂંટણી લડી રહ્યા છે એમના ગઢ સમાન યેવલા મતવિસ્તારમાંથી. ત્યાં એમની સામે શિવસેનાના સંભાજી પવાર ઉભા છે.

રાજ્યનાં મહિલા પ્રધાન અને ભાજપના નેતા પંકજા મુંડે પાલ} બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યાં એમનાં નિકટનાં હરીફ છે એમનાં પિતરાઈ ભાઈ ધનંજય મુંડે, જે એનસીપીના ઉમેદવાર છે. ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કોથરુડમાંથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાં એમના મુખ્ય હરીફ છે મહારાષ્ટ્ર નવનિમાર્ણ સેનાના નેતા અને લોયર કિશોર શિંદે. મહારાષ્ટ્ર કાેંગ્રેસ એકમના પ્રમુખ વિજય ઉર્ફે બાળાસાહેબ થોરાત સંગમનેરમાંથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાં એમના મુખ્ય હરીફ શિવસેનાનાં સાહેબરાવ નવાળે છે.