“હું છું દિવ્યાંગ સાથે, હું બનાવીશ સુગમ્ય ગુજરાત”ના સૂત્રને  સાકાર કરવા કલગી રાવલની અપીલ

ઇસરાયેલના The Blind Orchestra જેમાં સામાન્ય મ્યુઝીશિયનને આંખે પાટા બાંધીને મ્યુઝિક વગાડવાનો અનોખો કાર્યક્રમ પ્રથમવાર અમદાવાદમાં યોજાયો હતો. પ્રજ્ઞાચક્ષુ કલગી રાવલ ખાસ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહી દિવ્યાંગને પણ સામાન્ય જીવન જીવવાની તક મળે તે માટે બધા લોકો એ આગળ આવવું જોઈએ અને ગુજરાતને સંપૂર્ણ સુલભ બનાવાની અપીલ કરી હતી. હું છું દિવ્યાંગ સાથે, હું બનાવીશ સુગમ્ય ગુજરાતનું સૂત્ર પણ આપ્યું હતું

Sunday Secret Secion Israel ના Musical Organization દ્વારા અલગ અલગ યુનિક કોન્સપટ ના માધ્યમ થી કાર્યક્રમ કરવામાં આવે છે. અમદાવાદમાં પણ આ SSSની શરૂઆત નિકેલેટ ગોર દ્વારા કરવામાં આવી છે, જેના ભાગ રૂપે અમદાવાદમાં સૌ પ્રથમવાર ખાસ પ્રોગ્રામ ‘The Blind Orchestra Ahmedabad ‘રવિવાર તા.20/10/2019 ના રોજ ફૂટલાઈટ થિએટર, 21, ન્યૂયોર્ક ટાવર, મુક્તિધામ મંદિર, થલતેજ ખાતે રાત્રે 8 થી 10 યોજવામાં આવ્યો હતો

જેમાં કલગી ફાઉન્ડેશન ની ફાઉન્ડર, મોટીવેટર અને સુગમ્ય ભારત અભિયાનની સોશ્યિલ એમ્બેસેડર કલગી રાવલ ખાસ આમંત્રિત હતા, જ્યાં કલગી રાવલે આંખે પાટા બાંધી મ્યુઝિક વગાડનાર કલાકારો ને કહ્યું હતું કે, તમે ફક્ત અડધો કલાક આંખે પાટા બાંધો તો તમને કેવું ફીલ થયું, તો અંધ લોકોની સ્થિતિ તમે સમજ્યા, આવું દરેક લોકોએ અનુભવવું જોઈએ તો ખરી સ્થિતિ ખબર પડશે.

આ કાર્યક્રમ ની વિશેષતા એ છે કે, સામાન્ય મ્યુઝીશિયન ને આંખે પાટા બાંધીને મ્યુઝિક વગાડવાનું છે, આ કાર્યક્રમમાં ખાસ વ્યક્તિ દ્વારા સ્પર્શ દ્વારા મ્યુઝીશિયને માર્ગદર્શન આપવા માં આવ્યું હતું,