ગુજરાતની 6 બેઠક પર ત્રણ વાગ્યા સુધી કેટલું વોટીંગ થયું? સમગ્ર ગુજરાતમાં કેટલું?

ગુજરાત વિધાનસભાની રાધનપુર અને બાયડ સહિત કુલ 6 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ગુજરાતની પેટાચૂંટણીમાં સરેરાશન 40 ટકા વોટીંગ થયું છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વોટીંગ થરાદ સીટ પર થયું છે. બપોર પછી મતદાનમાં વધારો થયો છે. રાધનપુરમાં પણ મતદારોનો ઉત્સાહ જોરદાર જોવા મળી રહ્યો છે. અમદાવાદની અમરાઈવાડીમાં ઓછું મતદાન નોંધાયું છે.

પેટાચૂંટણી માટે આજે સવાર સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. પ્રારંભે જ મતદારોમાં ઉત્સાહ  જોવા મળી રહ્યો છે. સૌનું ધ્યાન બાયડ અને રાધનપુર બેઠક ઉપર છે. 6 બેઠકો માટે 14.76 લાખ મતદારો 1781 મત કેન્દ્રો પર મતદાન કરી રહ્યો છે. ર૪મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.

મતદાનના પ્રારંભે અનેક સ્થળે EMVમાં ખરાબીની ફરિયાદો મળી હતી. રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઇવાડી આ તમામ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. રાધનપુર અને બાયડ બેઠક પર રાજયભરના લોકોની નજર છે. આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી જંગ ભારે પ્રતિષ્ઠાભર્યો બની રહયો છે. ચૂંટણી જંગ જીતવા બંને પક્ષોએ એડીએટીનું જોર લગાવ્યું હતું.

ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ બેઠકની પેટા ચૂંટણીમાં 9.28 લાખ મતદારો ભાજપ, કોંગ્રેસ અને અનેસીપી સહિત 28 ઉમેદવારોના ભાવી નકકી કરી રહ્યો છે. મતદારોમાં 4.44 લાખ મહિલા મતદારો છે. ચૂંટણીપંચ દ્વારા 1171 મતદાન મથકો ઉભા કરાયાં છે.,8100 કર્મચારીઓને ફરજ પર તૈનાત કરાયાં છે. આ પેટા ચૂંટણીમશાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુરમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાઇને પક્ષ પલટો કરી ભાજપના જોડાયેલા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર છે. આ બેઠક પર કુલ 10 ઉમેદવારો છે. આવી જ ટક્કર બાયડમાં પણ છે. અહીં ગત વખતના કોંગ્રેસના અને હાલ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુભાઇ પટેલ વચ્ચે સીધો જંગ છે, અહીં સાત ઉમેદવારો મેદાનમાં છે.

ખેરાલુ બેઠક પર ચાર ઉમેદવારો છે. જેમાં ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકરો વચ્ચે સીધી ફાઇટ છે. થરાદ બેઠક પર સાત ઉમેદવારો જંગમાં છે. જેમાં ભાજના જીવરાજ પટેલ અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે ખરાખરીનો જંગ છે. ચૂંટણીમાં જોવા મળતા જ્ઞાતિવાદના કારણે આ વખતે કોંગ્રેસ માટે રાધનપુર અને બાયડ બેઠક જાળવી રાખવાનો પડકાર છે. તો ભાજપ માટે થરાદ અને ખેરાલુ સહિત ચારેય બેઠકો પર કબજો જમાવવા વટનો સવાલ છે. 6 બેઠકો પૈકી બે સીટ કોંગ્રેસ પાસે હતી અને ચાર ભાજપ પાસે હતી.