ગુજરાત સરકાર અને તેને આધિન બોર્ડ-નિગમ સહિતની સંસ્થાઓમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તા.30મી ઑક્ટોબરે જાહેર રજા રાખવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી ગુજરાત સરકારમાં સળંગ 6 દિવસનું દિવાળી વેકેશન પડશે.
ગુજરાત સરકારના દિવાળીના તહેવારોને ધ્યાને લઈ રાજ્ય સરકારની કચેરીઓ તેમ જ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં રજા જાહેર કરી હતી. 26મી ઓક્ટોબરે ચોથો શનિવાર છે, પછી 27મીએ રવિવારે દિવાળી, 28ને સોમવારે ગુજરાતી નવું વર્ષ, 29ને મંગળવારે ભાઈબીજ પછી અગાઉ 30મીને બુધવારે સરકારી કામકાજ ચાલુ રહેવાનું હતું. તા.9 નવેમ્બરની અવેજીમાં 30ઓક્ટોબરની રજા જાહેર કરાતા તા.9મી નવેમ્બરે સરકારી કચેરીઓ, બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓ કાર્યરત રહેશે.
26મી ઓક્ટોબરે ચોથો શનિવાર છે, પછી 27મીએ રવિવારે દિવાળી, 28ને સોમવારે ગુજરાતી નવું વર્ષ, 29ને મંગળવારે ભાઈબીજ પછી અગાઉ 30મીને બુધવારે સરકારી કામકાજ ચાલુ રહેવાનું હતું. નવેમ્બર મહિનામાં નવમી તારીખના બીજા શનિવારની રજા રદ કરીને 30 ઓક્ટોબરની રજા આપવાનો નિર્ણય કરવામાં આવતા ૩૧મીએ સરદાર જયંતીને ગુરુવાર સુધી સળંગ 6 દિવસ ગુજરાત સરકારમાં રજા રહેશે.