સુરતના આંગણે યોજાશે 11મી અક્ષયકુમાર કુડો ટુર્નામેન્ટ, સર્જાશે નવો ગીનીશ વર્લ્ડ રેકોર્ડ, 24મીએ અક્ષય કુમાર આવશે

કીફી એસોસીએશનના ચેરમેન સુપરસ્ટાર અક્ષયકુમાર દ્વારા પ્રેાત્સાહિત મીક્ષ માર્સલ આર્ટસ-કુડોની વર્લ્ડ ટુર્નામેન્ટ તા. 22 થી 24 ઓક્ટોબર 2019 દરમિયાન અત્રેના ઈન્ડોર સ્ટેડીયમમાં યેાજાશે, જેને કુડો ટુર્નામેન્ટના ફાઉન્ડર અને કીફી એસોસીએશનના પ્રેસિડેન્ટ સોશીહાન મેહુલ વોરાએ લોકપ્રિય બનાવી છે. જેમાં ભારતના 27 રાજયોના પ્રતિસ્પર્ધીઓ તેમજ વિદેશના સ્પર્ઘકો મળીને આશરે 5100 જેટલા પ્રતિસ્પર્ઘીએા ભાગ લેશે. સ્પર્ઘાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવા 24મી ઓક્ટોબરના રોજ અક્ષયકુમાર તથા અન્ય સુપ્રસિઘ્ઘ ફીલ્મ સ્ટાર્સ ઈન્ડોર સ્ટેડિયમાં ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન ફેડેરેશનના ટ્રેઝરર રેન્શી વિસ્પી ખરાદીના માર્ગર્શન હેઠળ થઈ રહયુ છે, જેએા મીક્ષ માર્શલ આર્ટસ કુડોના ઉચ્ચ ડીગ્રીઘારી બ્લેકબેલ્ટ ટ્રેઈનર છે અને સુરતમા એથલેટીકા સહિત કુડો પ્રશિક્ષણના વર્ગો ચલાવે છે. ઉપરાંત રેન્શી વિસ્પી ખરાદીના નેજાહેઠળ નવસારી તથા વલસાડ મુકામે પણ કુડોના અદ્યતન કલાસ શરૂ થઈ ગયા છે. રેન્શી વિસ્પી ખરાદીએ મહિલા-યુવતીઓને સ્વરક્ષણ તેમજ પોલીસ ફેાર્સને પણ અદ્યતન માર્શલ આર્ટસની ટેકનીકો વિના મુલ્યે શીખવી છે. કુડો મીક્ષ માર્શલ આર્ટની રમતોને સરકારે માન્યતા આપી સ્કુલ ગેમ્સમાં સામેલ કરી છે.

વઘુમાં રેન્શી વિસ્પી ખરાદી, અગાઉ પાંચ વખત જગપ્રસિઘ્ઘ ગીનીસ વર્લ્ડ રેકોર્ડ ક્ષેત્રે દીલઘડક રેકોર્ડો નેાંઘાવી સુરત અને ભારત દેશને ગૌરવ અપાવી ચુકયા છે. હાલમાં તાઃ 23મી ઓક્ટોબર 2019ના રોજ લંડનથી પઘારેલા ગીનીસ બુક એાફ વર્લ્ડ રેકોર્ડઝના અઘિકારીએા સમક્ષ નવો રેકોર્ડ પણ સ્થાપિત કરનાર છે, જે સુરત માટે અત્યંત રોમાંચક અને ગૌરવપ્ર ઘટના હશે. આ સમગ્ર રેકોર્ડ પ્રતિસ્થાપિત કરવામાં રેન્શી વિસ્પી ખરાદી તથા તેમની ટીમના જાંબાઝ ચુનંદા કરાટેકાઓ જાનની બાજી લગાવી રહયા છે. આ ભવ્ય અને ગૈારવશાલી કાર્યક્રમનું સમગ્ર આયોજન શહેરના જાણીતા ઈવેન્ટ એારગેનાઈઝર શ્રી ડેની નિરબાનની કંપની ‘ઘી સોલ્યુશન્સ’ દ્ધારા કરવામાં આવનાર છે.

રેન્શી વિસ્પી ખરાદી કે જેઓ એક ભૂતપૂર્વ બેંક મેનેજર પણ રહી ચુકયા છે, તેમના વિવિઘ ક્ષેત્રના પ્રાદાન બદલ અલભ્ય ગણાય એવો દાદાસાહેબ ફાળકે આઈકોન એવોર્ડ સેાશીયલ અવેરનેસ તથા સેલ્ફ ડીફેન્સ માટે તેમને થોડા દિવસ પહેલાંજ મુંબઈમાં એનાયત કરવામાં આવ્યો છે, જે પણ શહેરનું ગૈારવ છે.

દેશની યુવાપેઢીની શારીરીક સુદઢતા, ઉચ્ચ આત્મવિશ્વાસ તથા શીસ્તબઘ્ઘ સશકતીકરણ માટેના ઉત્કૃષ્ટ આદર્શો સહિત પોતાના જીવને જોખમે દેશને સન્માન અને ગૌરવ અપાવનાર રેન્શી વિસ્પી ખરાદીનો આ સમગ્ર કાર્યક્રમ ગૌરવવંતો અને અનુકરણીય રહેશે.