ગુજરાતની 6 વિધાનસભા પેટાચૂંટણી: આવતીકાલે મતદાન, 4.76  લાખ મતદારો મતદાન કરશે

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી પ્રચારનો શનિવારે અંતિમ દિવસ હતો. ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકો દ્વારા મહત્તમ કેમ્પેઇન થાય તેવા કાર્યક્રમો ગોઠવાયા હતા. રાજ્યની 6 બેઠકો પર પર કુલ 42 ઉમેદવાર વચ્ચે જંગ છે. જે માટે 21 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે મતદાન થશે અને 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે.

આ પેટાચૂંટણી માટે રાજ્યમાં 1781 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં કરવામાં આવી છે જેમાં કુલ 14.76 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સાથે જ શનિવારે સાંજે 6 વાગ્યે રાજ્યની છ સીટો પર પેટાચૂંટણી માટેનો પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ઇલેક્શન કમિશન ઓફ અન્ડિયા અનુસાર મતદાનનાં 24 કલાક પહેલા પ્રચાર-પડઘમ બંધ કરી દેવામાં આવે છે.

થરાદ, ખેરાલુ, રાધનપુર, અમરાઈવાડી, બાયડ અને લુણાવાડા વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. જે માટે 3532 બેલેટ યુનિટ, 3465 કંટ્રોલ યુનિટ, 3428 વીવીપીએટીની વ્યવસ્થા ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી છે.

હવે આ સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગૂ કરી દેવામાં આવી છે.રાજકીય પક્ષો હવે આગામી બે દિવસ ઘર ઘર પ્રચાર કરશે. મતદાનની છેલ્લી ઘડી સુધી ડોર ટુ ડોર, ગૃપ મીટીંગો અને જન સંપર્કનો દોર ચાલશે. હવે ઉમેદવારો અને તેમના કાર્યકરો દ્વારા લોકોના ઘરે ઘરે જઇને સંપર્ક કરાશે. સ્ટાર પ્રચારકોના બદલે હવે સ્થાનિક નેતાઓ અને બૂથ લેવલના કાર્યકરોની ભૂમિકા મહત્વની બની જશે. સ્થાનિક સંપર્કોનો મહત્તમ ઉપયોગ થશે.