કમલેશ તિવારીના હત્યારાઓના માથા માટે એક કરોડનું ઈનામ, શિવસેનાના નેતા અરુણ પાઠકે કર્યું એલાન

હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની નિર્દયતાથી ગળું કાપીને હત્યા કરવાનો આખો મામલો હવે રાજકીય રંગમાં આવી રહ્યો છે. શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતા અરૂણ પાઠકે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે કમલેશ તિવારીના હત્યારાઓના ગળું કાપી નાંખનારઓને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે કમલેશ તિવારીની આઈએસઆઈએસની પદ્વતિથી જે પ્રકારે હત્યા કરવામાં આવી છે તેવી જ રીતે તેમના હત્યારાઓના પણ ગળા કાપી નાંખવામાં આવે.

અરુણ પાઠકે ફેસબુક લાઇવ દરમિયાન કહ્યું હતું કે, ‘જોકે પોલીસ કમલેશ તિવારીની હત્યા કરનારાઓને પકડવાનો દાવો કરી રહી છે, પરંતુ મારા દિલને ત્યારે જ  ઠંડક મળશે કે જે લોકો આ હત્યા માટે જવાબદાર છે તે તમામનું ગળા કાપી નાંખવામાં આવે. કમલેશના ખૂની મૌલાના અનવરુલ હક, મુફ્તી નઈમ કાઝમી અને રશીદ પઠાણની હત્યા કરનારાઓને હું એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરું છું.

શિવસેનાના નેતાએ કહ્યું કે, ‘હિન્દુ હિતમાં, હું આ હત્યારાઓના ગળા કાપી નાંખનારાઓને મારી બધી સંપત્તિ વેચીને આ ઈનામની જાહેરાત કરું છું. જો આ ઇનામ રકમમાં ઓછું હોય તો હું હિન્દુ સમાજની સામે હાથ ફેલાવવામાં અચકાઈશ નહીં. પાઠકે જણાવ્યું હતું કે અખિલેશ સરકારમાં મજબૂત હિન્દુવાદી નેતા કમલેશ તિવારી  હિન્દુ વિરોધી અને મુસ્લિમ તરફી અખિલેશ સરકારમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારી સલામત રહ્યા હતા. અનેક મુસ્લિમ સંગઠનો અને વિરોધ પ્રદર્શન વચ્ચે પણ કમલેશ તિવારી સુરક્ષિત હતા.

તેમણે કહ્યું, ‘કમલેશ તિવારીની જેહાદી રીતથી નિર્દયતાથી મારી નાંખવામાં આવ્યા છે. કમલેશની હત્યા સાથે સંદેશ છે કે જે હિન્દુ હિતમાં વાત કરશે તેને કાપી નાખવામાં આવશે. હિન્દુસ્તાનમાં અમે આવું કદી થવા દઈશું નહીં. મારું માનવું છે કે કમલેશ તિવારીના હત્યારાઓ સાથે કાયદાકીય કાર્યવાહીની જરૂર નથી, બધાના ગળાને આવી રીતે જ કાપી નાંખવા જોઈએ.

અરુણ પાઠકે ભડકાનારી રીતે કહ્યું કે જેલમાં જે લોકો આ હત્યારાઓને મારી નાંખશે તો તેમના ઈનામના રૂપિયા પરિવારજનોને આપવામાં આવશે.