બિગ ન્યૂઝ: દૂધની શુદ્વતામાં ઘટાડો, અમૂલ સહિત દેશભરની ડેરીઓએ કરાવવો પડશે ફજિયાત ટેસ્ટ

આપણે જે દૂધ પીએ છીએ તે કેટલું શુદ્વ છે તે વિશે કોઈ જાણકારી છે? જવાબ છે ના. તો ચાલો અમે તમને જણાવીએ કે 41 ટકા પ્રોસેસ્ડ દુધ ગુણવત્તના ધારા-ધોરણોમાં યોગ્ય નથી. છે. 41 ટકા દૂધમાં ચરબી અને એસએનએફ એટલે કે સોલિડ્સ નોટ ફેટની માત્રા ઓછી નોંધાઈ છે. ભારતીય ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીએ દૂધની શુદ્ધતા અંગે પોતાનો સર્વે રિપોર્ટ બહાર પાડ્યો છે. 41 ટકા દૂધમાં  ચરબી અને એસએનએફ એટલે કે સોલિડ્સ નોટ ફેટનું પ્રમાણ પણ નિર્ધારિત ધોરણો કરતા ઓછું જોવા મળ્યું છે.

આને ધ્યાનમાં રાખીને, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્સ ઓથોરિટી ઇન્ડિયા (એફએસએસએઆઈ) એ પહેલી જાન્યુઆરી, 2020થી મધર ડેરી, અમૂલ, પારસ જેવી સંગઠિત દૂધ કંપનીઓને પણ તેમના દૂધના નમૂનાઓ એફએસએસએઆઈની લેબોરેટરીમાં ચકાસણી કરવાની રહેશે.

જો કે, જે દૂધમાં સોલિડ્સ અથવા સોલિડ્સ નોટ ફેટની માત્રા ઓછી હોય છે તે પીવા માટે સમસ્યા નથી. તેનો ઉપયોગ કરી શકાય છે. જે દૂધમાં દૂધના એસ.એન.એફ. ઓછું જોવા મળે છે, તેના બે કારણો છે.  કાં તો ગાયને યોગ્ય ખોરાક નથી મળતો અથવા તો દૂધ ભેળવીને વેચવામાં આવી રહ્યું છે.

એફએસએસએઆઈએ દૂધ પર જાહેર કરેલા નવા સર્વેક્ષણ અહેવાલ મુજબ, દેશમાં 93 ટકા દૂધ શુદ્ધ અને સલામત છે. બાકીના 7 ટકામાં દૂષણો અને ભેળસેળ છે. 1.2% નમૂનામાં, એન્ટી-બાયોટિક્સ નિર્ધારિત મર્યાદા કરતા વધુ છે. અફલફ્લાટોક્સિન નિર્ધારિત માત્રા એમ 1 કરતા વધારે છે. કુલ 6432 નમૂનાઓમાંથી માત્ર 12 (0.18ટકા), યુરિયા, ડિટરજન્ટ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા ભેળસેળ આરોગ્ય માટે જોખમી છે. તે જ સમયે, માલ્ટોડેક્સ્ટ્રિન 6432 નમૂનાઓમાંથી 156 અને 78 માં ખાંડ મળી આવી છે.

સર્વેક્ષણ માટે મે 2018થી ઓક્ટોબર 2018 સુધી નમૂના લેવામાં આવ્યા હતા. 503 હજારથી વધુની વસ્તીવાળા 1103 શહેરોમાંથી 6432 દૂધના નમૂના લેવામાં આવ્યા હતા.

નમૂનાની ગુણવત્તાના 37.7 ટકા સેમ્પલની ક્વોલિટી સ્ટાન્ડર્ડ નથી. તેનો અર્થ એ કે તેમાં ઓછી માત્રામાં ચરબી અને એસ.એન.એફ. જો કે, આનો અર્થ એ નથી કે દૂધ અસુરક્ષિત છે. તેનો ઉપયોગ કરી શકાય છે.