ઓપન હાઉસ શો માં કલરીક્સ દ્વારા પોતાની બ્રાંડનું SUB PRO-II પ્રિન્ટિંગ મશીન લોન્ચ કરાયું

ડિજિટલ પ્રિન્ટિંગ ક્ષેત્રનું સૌથી વિશ્વસનીય નામ કલરીક્સ દ્વારા બે દિવસીય ઓપન હાઉસ શો ને ખુલ્લો મુકાયો હતો, જેમાં કલરીક્સ દ્વારા પોતાની બ્રાન્ડનું SUB PRO-II સબ્લીમેશન (પેપર ટ્રાન્સફર) પ્રિન્ટિંગ મશીન લોન્ચ કરવામાં આવ્યું હતું. શોમાં મિલ્સ, વિવિધ બ્રાન્ડ, ટ્રેડિંગ કંપની અને ટેકસટાઇલ ક્ષેત્રે સાથે જોડાયેલા લોકો ડિસ્પ્લેમાં મુકાયેલી મશીન નિહાળી હતી.

SUB PRO-II પ્રિન્ટિંગ મશીનની ખાસિયત એ છે કે આ મશીન ઓછું પ્રિન્ટ હેડ વાપરી વધુ પ્રોડક્શન આપે છે. એટલું જ નહિ આ ફાસ્ટર મશીન હોવાથી એક દિવસમાં 4500 મીટર પ્રિન્ટ કરે છે. ચાઇનાની ચાર અલગ-અલગ મશીનીનું કામ આ એક જ મશીનથી ઓછા કામદારો અને ઓછા ખર્ચે થાય છે. એટલું જ નહીં પણ ઓછી જગ્યા આ મશીન માટે લાગે છે અને ઓછા ખર્ચે બેસ્ટ રીઝલ્ટ આપે છે.

આ અવસરે કલરીક્સના ડાયરેક્ટર આયુષ રાઠીએ જણાવ્યું હતું કે આ એક ફાસ્ટર સબ્લીમેશન પ્રિન્ટિંગ મશીન છે. આજે જ્યારે વિશ્વ ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ડિજિટલ પ્રિન્ટિંગ એ સમયની માંગ છે. આવનારા સમયમાં ડિજિટલ પ્રિન્ટિંગની માંગ મોટા પ્રમાણમાં વધશે એ પણ તેમને ઉમેર્યું હતું.