એક સમયે રાનુ મંડલનુ નામ રાનુ બોબી હતું, જાણો આખીય વાત

મલયાલમ શોમાં રાનુ મંડલ વિશેની કેટલીક અજાણી વાતો બહાર આવી છે. આ વાતો રોમાંચક, રસપ્રદ છે તો સાથો સાથ રાનુ મંડલે પોતાનો અવાજનો જાદૂ અનેક જગ્યાએ પાથર્યો છે.

કલબમાં પણ ગીતો ગાયા હતા અને ત્યારે રાનુ મંડલનું નામ રાનુ બોબી હતું. ઓરકેસ્ટ્રામાં પણ ગીતો ગાયા હતા.

આ શોમાં રાનુ મંડલે કહ્યું કે હું લતા મંગેશકરની બહુ મોટી છું તેમનો અવાજ મને ખૂબ ગમે છે લતાજીને સાંભળતા-સાંભળતા જ ગીતો ગાતી થઈ. પાછલા પાંચ-છ વર્ષથી ગીતો ગાવોન શોખ હતો

આ શોમાં રાનુ મંડલે કહ્યું કે એક વખતે તો ફોટો સેશન પણ કરાવ્યો હતો, પરંતુ કશું હાસલ થયું ન હતું. દિકરી મળવા આવી અને હાલ દિકરી સાથે કોઈ પ્રોબ્લેમ નથી.

લતા મંગેશકરના એક પ્યાર કા નગ્મા ગીત ગાયા બાદ અતીન્દ્ર ચંક્રવર્તી નામના યુવાને એ ગીતને સોશિયલ મીડિયા પર અલોડ કરતા કોલકાતાના રેલવે પ્લેટફોર્મથી રાનુ મંડલની બોલિવૂડની સફર શરૂ થઈ છે અને સંગીતકાર હિમેશ રેશમીયાની ફિલ્મ હેપ્પી,હાર્ડી એન્ડ હીરમાં બે ગીતો ગાયા છે.

આ શોમાં રાનુ મંડલે લતા મંગેશકરના અનેક ગીતો પર્ફોર્મ કર્યા હતા. લોકોએ તેમને દિલથી વધાવી લીધા હતા. રાનુ રાય એ રાનુ મંડલના પિતાનું નામ છે. રાયની સાથે રાનુ રાય ઓરિજનલ નામ છે પણ પતિની સરનેમ મંડલ છે અને હવે તે રાનુ મંડલથી ઓળખાઉં છું. રાનુ મંડલને તેમના પિતા રાનુ કહીને બોલાવતા હતા.