રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ: મધ્યસ્થતા પેનલનો રિપોર્ટ, મુસ્લિમ પક્ષ દાવો છોડવા તૈયાર, પરંતુ કેટલીક શરતો

રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી પૂર્ણ થયા બાદ નાટકીય વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી આર્બિટ્રેશન પેનલે સુપ્રીમ કોર્ટને રિપોર્ટ આપ્યો છે કે 2.77 એકર જમીનના આ વિવાદમાં સમજૂતી પર પહોંચી ગઈ છે. પેનલ અનુસાર, મુસ્લિમ પક્ષ રામ મંદિર માટેની કેટલીક શરતો સાથે વિવાદિત જમીન પર પોતાનો દાવો છોડી દેવા માટે તૈયાર છે.

સૂત્રોએ ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ને જણાવ્યું હતું કે, સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા, (તમામ 8 નિર્મોહી અખાડા આ અખાડાની અંદર આવે છે), હિન્દુ મહાસભા અને રામ જન્મસ્થળ પુનરુદ્વાર સમિતિએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સમાધાનમાં, મુસ્લિમ પક્ષ દ્વારા રામ મંદિરને યોગ્ય સ્થાન આપવાને બદલામાં કેટલીક શરતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સમાધાન માટે મુસ્લિમ પક્ષની શરત એ છે 1991ના કાયદાનો સખતપણે પાલન કરવામાં આવે. કાયદા હેઠળ 15 ઓગસ્ટ 1947થી જારી કરવામાં આવેલી સિસ્ટમ મુજબ આ સ્થાનનો ઉપયોગ પ્રાર્થના સ્થળ તરીકે કરવામાં આવ્યો હતો. આ સાથે, અયોધ્યાની તમામ મસ્જિદોના સમારકામ અને અન્ય સ્થળે વકફ બોર્ડને મસ્જિક નિર્માણ માટે જગ્યા આપવા માટે પણ શરત મૂકવામાં આવી છે.

જોકે, સમાધાન માટેની લવાદમાં વિવાદિત જમીન માટેના બે મોટા દાવેદારો વિહિપ સમર્થિત રામ જન્મભૂમિ ન્યાસ અને રામ લલ્લા વિરાજમાન અને જમીઅત ઉલેમા સામેલ થયા ન હતા. સૂત્રો કહે છે કે મુસ્લિમ પક્ષોએ પોતાનો દાવો છોડી દીધો છે અને રામ મંદિર નિર્માણ માટે સંમતિ આપી છે. ટ્રસ્ટ માટે, આ કરાર દરેક રીતે ફાયદાકારક છે. જો સુપ્રીમ કોર્ટનો ચૂકાદો મુસ્લિમ પક્ષની તરફેણમાં પણ આવે છે તો મોટાભાગની જમીન મંદિર નિર્માણ માટે જ મળી શકે એમ છે.

બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ ઝફર અહેમદ ફારૂકીને પૂરતી સુરક્ષા આપવા નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નિયુક્ત શ્રીરામ પંચુએ કોર્ટને કહ્યું હતું કે સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષના જાનને ખતરો છે અને તેમને સતત ધમકીઓ મળી રહી છે.

સુન્ની વકફ બોર્ડે દેશના તમામ ધાર્મિક સ્થળોની 1947 પહેલાની સ્થિતિ જાળવવા કાયદો લાગુ કરવાની માંગ કરી છે. 1991માં લાગુ કરવામાં આવેલા સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ હેઠળ ધાર્મિક સ્થળોને અન્ય સ્થળોમાં પરિવર્તિત ન કરવા જોઈએ. આ અધિનિયમ રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદોમાં લાગુ પડતો નથી.

આટલી બાબતો પર સહમતી

  • વક્ફ બોર્ડે દેશના તમામ ધાર્મિક સ્થળોની 1947 પહેલાની સ્થિતિ જાળવવા કાયદો લાગુ કરવાની માંગ કરી છે. 1991માં લાગુ કરવામાં આવેલા સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ હેઠળ, ધાર્મિક સ્થળોને અન્ય સ્થળોમાં પરવિર્તિત ન કરવા જોઈએ. આ અધિનિયમ રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદોમાં લાગુ પડતો નથી.
  • મુસ્લિમ પક્ષ દ્વારા 2.77 એકરની વિવાદિત જમીન પર પોતાનો દાવો છોડી દેશે, આના બદલામાં સરકાર અયોધ્યાની બધી મસ્જિદોના સમારકામનું કામ પૂર્ણ કરે અને મસ્જિદના બાંધકામ માટે સુન્ની વકફ બોર્ડને બીજી જગ્યા આપવામાં આવશે.
  • આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા મેનેજમેન્ટે મુસ્લિમો માટે પ્રાર્થના કરવા માટે કેટલીક મસ્જિદો ખોલી હતી, અને કોર્ટ દ્વારા નિમાયેલી સમિતિ અને મુસ્લિમ પક્ષો નક્કી કરશે કે કઈ મસ્જિદોને નમાઝ માટે ખોલવી જોઈએ.
  • સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત આર્બિટ્રેશન પેનલના સભ્યો વરિષ્ઠ વકીલ પાંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર, ન્યાયમૂર્તિ કાલિફુલ્લાએ પણ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું હતું કે, આ સમાધાન નકારી કાઢવું જમીયત માટે ખૂબ મુશ્કેલ હશે.

મધ્યસ્થતા પેનલ કહે છે કે જો સુપ્રીમ કોર્ટ મુસ્લિમ પક્ષના હિતમાં ચુકાદો આપે તો પણ મસ્જિદના નિર્માણ માટે સુન્ની વકફ બોર્ડ જ જવાબદાર રહેશે. હવે વક્ફ એક્ટની કલમ 51 હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે વકફ બોર્ડ, એકમાત્ર બંધારણીય સંસ્થા તરીકે, તેના નિયંત્રણ હેઠળની જમીન સંપાદનને મંજૂરી આપી શકે છે.

તેમણે કહ્યું કે મુસ્લિમ પક્ષની જીત છતાં વકફ બોર્ડ વિવાદિત જમીન પર પોતાનો દાવો પણ છોડી શકે છે. એટલે કે, જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય મુસ્લિમ પક્ષની તરફેણમાં આવે તો પણ વકફ બોર્ડને રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદની 2.77 એકર જમીન પર પોતાનો દાવો છોડી દેવાનો અધિકાર રહેશે.