હવે ગુજરાત સરહદે ચીનની આર્મી આવશે, પાકિસ્તાને હરામી નાળાની જમીન ચીનને આપી દીધી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ બેબાકળા બનેલા પાકિસ્તાને ભારતને ઘેરવા માટે નવો પેંતરો ઘડ્યો છે. કચ્છ સરહદ પર હરામીનાળા પાસે 10 કિલોમીટર દૂર સ્થિત 55 વર્ગ કિલોમીટર જમીન ચીનની કંપનીને લીઝ પર આપી દીધી છે. આ સ્થળ આંતરરાષ્ટ્રીય જળ સીમાની પણ 10 કિલોમીટર દૂર છે. આ વિસ્તાર ભારત માટે વ્યૂહાત્મક અને સેન્ય રૂપે ઘણી મહત્વની છે. ચીનની કંપનીએ અહીં નિર્માણ કાર્ય શરૂ કર્યું છે.

કચ્છ સરહદ સાથે સંકળાયેલા 22 કિલોમીટર સુધી ફેલાયેલા હરામીનાળા ભારતમાં ઘુસણખોરી માટે સોફ્ટ ટાર્ગેટ છે. અનેક વખત અહીં પાકિસ્તાન ઘુસણખોરોની બોટ મળતી આવે છે. અગાઉ પાકિસ્તાને સિંધ પ્રાંતના થરપારકરમાં ત્રણ હજાર કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ઈકોનૉમિક કૉરિડોરની સુરક્ષા માટે ચીની સેનાના જવાનોને ગોઠવવામાં આવ્યા હતા. આ ઠેકાણે બે યુદ્ધ હારી ચૂકેલુ પાકિસ્તાન ભારત વિરૂદ્ધ ચીનનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે.

1965 અને 1961ના યુદ્ધમાં કચ્છ સરહદના મોરચે ભારત સામે કારમો પરાજય મેળવાની ઘટના પાકિસ્તાનને હંમેશા ડરાવી રહી છે. આથી જ પાકિસ્તાને ચીની કંપનીઓને અહીં જગ્યા આપીને તેનો ઢાલ તરીકે ઉપયોગ કરવા માંગે છે. પાકિસ્તાનને લાગે છે કે, ચીનની અહીં હાજરી રહેશે, તો ભારત કોઈ પણ પગલુ ભરતા પહેલા સો વખત વિચારશે.

બીજી તરફ ચીન ચારે તરફથી ભારતને ઘેરવાની યોજનામાં જોતરાયું છે. અગાઉ પાકિસ્તાને કરાંચી નજીક ગ્વાદર પોર્ટ પણ ચીનને સોંપી દીધું છે. હાલ આ બંદરને ચીન ચલાવી રહ્યું છે. ચીનના જવાબરૂપે ભારતે પણ ઈરાનના ચાહબાર પોર્ટને વિક્સિત કર્યું છે.