સુરત: સંચાના મશીનમાં માણસ આખ્ખે આખો લપેટાઈ ગયો અને પછી શું થયું? જૂઓ વીડિયો

સુરતના સોશિયલ મીડિયામાં એક વીડિયોએ ખાસ્સી ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો જોતાં એવું લાગે છે કે પાવરલૂમ્સ(સંચાનું કારખાનું)માં એક માણસ આખ્ખે આખો સંચામાં લપેટાઈ ગયો અને તેના બચવાનો કોઈ રસ્તો ન હતો.

વીડિયોમાં જોવા મળે છે તેમ સંચાના કારખાનામાં બીમ પસારવાનું કરતા કારીગરનો હાથ મશીનમાં લપેટાઈ જાય છે અને દોરા-ધાગાની સાથે તે પણ મશીનમાં ગોળ-ગોળ ફરતો થઈ જાય છે. પણ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ મારી શકે છે.

અચાનક જ એક માણસ આવે છે, મશીન બંધ કરી છે અને તાત્કાલિક દોરા કાપી નાંખે છે અને મશીનમાં દોરાની સાથે લપેટાઈ ગયેલા માણસને બચાવી લે છે. આ ઘટના સુરતના પારલૂમ્સના કારખાનાથી ધમધમતા આંજણા વિસ્તારનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. માણસ મશીનમાં સળંગ ત્રણ વાર ફરી પણ જાય છે અને તેનો ચમત્કારિક બચાવ થાય છે. કારીગરનો જીવ બચી જતા કારખાનામાં કામ કરતા અન્ય કારગીરો હાશકારો અનુભવે છે અને ભગવાનનો પાડ માને છે.

જૂઓ વીડિયો…