ગુજરાતના સૌથી મોટા ફેમિલી રેડીમેડ ગારમેન્ટ્સ સ્ટોર ક્લસ્ટરનો સુરતમાં પ્રારંભ

ટેક્સટાઇલ નગરી સુરતમાં હવે નેશનલ, ઇન્ટરનેશનલ રેડીમેડ ગારમેન્ટ્સની ખરીદી ઍક જ છત નીચે શક્ય બની છે અને તેનું શ્રેય જાય છે ગુજરાતના સૌથી મોટા ફેમિલી રેડીમેડ ગારમેન્ટ્સ સ્ટોર ક્લસ્ટરને. ક્લસ્ટર રેડીમેડ ગારમેન્ટ્સ સ્ટોરનો આરંભ પાર્લે પોઇન્ટ ખાતે કરવામાં આવ્યો છે.

આ અંગે મહિતી આપતા ક્લસ્ટરના ડાયરેક્ટર સુરેશ પટેલે જણાવ્યું હતું કે સુરત ભલે ટેક્સટાઇલ નગરી હોય પરંતુ પરિવારના દરેક સદસ્ય માટેના કપડાઓ ઍક જ જગ્યાઍ મળી રહે તેવી કોઈ જગ્યા સુરતમાં ન હતી, ત્યારે આ­પ્રકારનો સ્ટોર શરૂ કરવાના ધ્યેય લઇને આગળ વધવાની સાથે આજે લાખો સુરતીઓનું સ્વપ્ન સાકાર કરવાની અનુભૂતિ થઈ રહી છે.

ક્લસ્ટર સ્ટોરની ખાસીયત ઍ છે કે ૧ લાખ ૧૨ હજાર સ્કવેર ફૂટ જેટલા વિશાળ બિલ્ટઅપ ઍરિયામાં દસ માળની ઇમારતમાં આ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે દેશ વિદેશની ૩૫૦થી વધુ બ્રાન્ડેડ કંપનીના ગારમેન્ટ્સ ઍક જ છત નીચે ઉપલબ્ધ છે.

ગ્રાહકો માટે પાર્કિંગની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે, જેથી તેઓ કોઈ પણ ­કારની ચિંતા વગર આરામથી ખરીદી કરી શકે. બાળકથી માંડીને મોટાઓ માટેના ગારમેન્ટ્સ અને મહિલા-પુરૂષો માટે ઝીરોથી માંડીને તમામ ­પ્રકારની સાઇઝના ગારમેન્ટ્સ અહીં મળી રહેશે.