જૂઓ વીડિયો: બનાસકાંઠામાં આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં જ બનાવ્યો વીડિયો, પછી કરાઈ આવી કાર્યવાહી

ગુજરાતમાં પહેલા પોલીસવાળાનો વીડિયોએ ખાસ્સી ધૂમ મચાવી હતી તો હવે પોલીસ સ્ટેશનમાં આરોપીઓએ ટીકટોક વીડિયો બનાવી વાયરલ કર્યું હતું. પૂછપરછ માટે બોલાવેલા આરોપીઓએ પોલીસ સ્ટેશનનમાં જ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં પોલીસની કાર્યાવાહી સામે ફરી એક વખત પ્રશ્નો થવા લાગ્યા છે. મામલા અંગે જાણ થતાં પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. આ વીડિયો સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો છે.

બનાસકાંઠાના અગથા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસએસ રાણેના જણાવ્યા પ્રમાણે રવિવારે ઝઘડાની ફરીયાદ લઈને પાંચ લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. બધાની પૂછપરછ કરવામાં આવી હતી આ સમય દરમિયાન પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય લોકે વીડિયો રેકોર્ડ કર્યો હતો. પોલીસ સ્ટેશનમાંથી ગયા બાદ આરોપીઓએ વીડિયોને ટીકટોક પર અલપોડ કર્યો હતો. જોકે, વ્હોટ્સઅપ ગ્રુપમાં જ વીડિયો અંગે જાણકારી મળતા પોલીસે કાર્યવાહી કરી બધાની ધરપકડ કરી હતી.

જૂઓ વીડિયો…

નોંધનીય છે કે પાછલા કેટલાક સમય દરમિયાન દેશભરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના ટીકોટક વીડિયોનો મામલે ચર્ચામાં આવ્યો હતો. ખાસ કરીને ગુજરાતમાં અનેક બનાવ બન્યા હતા. ટીકટોક વીડિયો પૈકી બે વીડિયો ખાસ્સા ચર્ચાસ્પદ રહ્યા હતા. આ પોલીસવાળા વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી પણ હવે પોલીસ સ્ટેશનમાં આરોપીઓ દ્વારા ટીકટોક વીડિયો બનાવીને અપલોડ કરવાનો આવો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.