બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા: સરકારનો યુ-ટર્ન, પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય મુલતવી, હવે આ તારીખે લેવાશે પરીક્ષા

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ કર્યા બાદ રાજ્યભરમાં મોટાપ્રમાણમાં આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે યુ-ટર્ન લઈ જાહેર કર્યું છે હવે ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે. પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે આ ઉપરાંત સરકારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય મુલત્વી રાખ્યો છે  અને હવે અેજ શૈક્ષણિક લાયકાત મુજબ જ પરીક્ષા 17મી નવેમ્બરે લેવાશે

કિમલોપના પ્રતિનિધિ મંડળે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. આજે સવારે કિમલોપ સાથે સરકારે ચર્ચા વિચારણા કરી હતી. કિમલોપ દ્વારા તબક્કાવાર આંદોલન કરવામાં આવી રહ્યું હતું અને ચર્ચા વિચારણા બાદ માત્ર ત્રણ જ ક્લાકમાં સરકારે પરીક્ષા અંગે જાહેરાત કરી હતી.

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ છેલ્લા સમયે રદ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યનાં યુવાનો પોતાના અને પરિવારના સપના પુરા કરવા પરીક્ષા પાસ કરવા માટે દિવસ રાત જોયા વિના સતત મહેનત કરનાર વિદ્યાર્થીઓમાં ગુસ્સો અને હતાશા જોવા મળી રહી છે.

પરીક્ષા રદ્દ કરવા અંગે સરકારે કહ્યું હતું કે શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે તેવો સુધારો કરવામાં આવશે. આને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર આંદોલન અને દેખાવ શરૂ કરી દેવામાં આવ્યા હતા. અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવેદન આપ્યા હતા.

વારંવાર આવી રીતે પરીક્ષાઓમાં છેલ્લા સમયે કરવામાં આવતા ફેરફારોથી વિદ્યાર્થીઓની તૈયારીઓ પર પાણી ફરી વળે છે અને પૈસાનું પણ પાણી થાય છે. ત્યારે હવે સરકારને બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કર્યા બાદ બ્રહ્મ જ્ઞાન થયુ છે. બિનસચિવાલયની પરીક્ષા પર સરકારને હવે બ્રહ્મજ્ઞાન થયુ છે. વિદ્યાર્થીઓના આક્રોશને જોતા સરકારે નવી જાહેરાત કરી છે. આગામી એક મહિનામાં પરીક્ષાની નવી તારીખ જાહેરાત આવશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. હાલની 3500 જેટલી જગ્યામાં વધારો કરવામાં આવશે અને અંદાજે 4500 જેટલી નવી ભરતી સરકાર દ્વારા કરાશે.