સુરતના પાલમાં આવેલા આખા કોમ્પલેક્સને સીલ મારી દેવાયું, ધમધમે છે 75 દુકાનો, જાણો કારણ

સુરત મહાનગર પાલિકા દ્વારા ફાયર સેફ્ટીની સુવિધાને લઈ ઉંચી ઉંચી ઈમારતો વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતના પોશ વિસ્તાર બની રહેલા પાલમાં આવેલા સિલ્વર પોઈન્ટ નામના કોમ્પલેક્સમા ફાયર સેફ્ટીને લઈ કાર્યવાહી કરવામાં આવી છે.

પાલ વિસ્તારમાં આવેલા  સિલ્વર પોઇન્ટ કોમ્પલેક્સમાં 75 દુકાન હોવાની માહિતી મળી રહી છે. સુરત પાલિકા દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

સુરતમાં તક્ષશીલા આર્કેડમાં 22 વિદ્યાર્થીઓની કરૂણાંતિકા બન્યા બાદ ફાયર સેફ્ટીના સાધનોને લઈ સતત ઝૂંબેશ કરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા ઘનિષ્ઠ રીતે કાર્યવાહી કરીને આકરા પગલા ભરવામાં આવી રહ્યા છે.