જેતપુરના સાડી ઉદ્યોગના પ્રોડ્કશનમાં 50 ટકાનો ઘટાડો, 3500 કરોડના ટર્ન ઓવરમાં મોટું ગાબડું

જેતપુરના સાડી છાપકામ ઉદ્યોગ પણ મંદીના ઓથાર તળે આવી ગયું છે. હાલ જેતપુરના સાડી ઉત્પાદકોએ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો કરી નાંખ્યો છે. દિવાળીએ આ ઉદ્યોગમાં જે ચમક જોવા મળતી હોય છે એમાં આ વેળા ઓટ આવી છે. નિકાસ ઉપરાંત, સ્થાનિક બજારમાં પણ ડિમાન્ડ ઘટી છે અને ઉત્પાદન ઘટતાં આ ઉદ્યોગ થકી રોજગારી મેળવતા કામદારોને પણ અસર થઇ છે. એકસમયે રૂ. 3500 કરોડનું ટર્નઓવર કરતા આ ઉદ્યોગનું કામકાજ ઘટી પંદરસોથી બે હજાર કરોડ થઇ ગયું છે.

પાછલા 70 વર્ષથી જેતપુરમાં સાડી પ્રિન્ટીંગ ઉદ્યોગ ચાલે છે. શરૂઆતના દિવસોમાં નાના પાયે શરૂ કરી અને આજે’ ફેલ્ટ બેલ્ટ મશીનો, રોટરી મશીનો ટેબલ પ્રિન્ટીંગ અનેક પ્રકારના મશીનો દ્વારા કામકાજ થઈ રહ્યું છે. હાલની પરિસ્થિતીમાં રોજનું 80 લાખ મીટર કાપડ છાપી શકાય તેવી ઇન્સ્ટોલ કેપેસિટી છે પરંતુ છેલ્લા એક વર્ષથી જેતપુરની અંદર મંદીનો માહોલ ચાલી રહ્યો છે ઉત્પાદન 50 ટકા થઇ ગયુંછે. ડોમેસ્ટિક માર્કેટની અંદર પણ ડિમાન્ડ ખૂબ જ ઘટી છે.

સાડી, ડ્રેસ મટીરીયલ અને કિટાન્ગો ત્રણ પ્રકારના ફેબ્રિકેસો અહીં છપાય છે પરંતુ સાડી અને ડ્રેસ મટીરીયલ્સની માંગ ખૂબ ઘટી છે અને નાઈજીરીયા પોર્ટ બંધ થવાને કારણે આજે અક્ષપોર્ટનો માલ ભરેલા કન્ટેનરો ત્યાં બોર્ડર પર બોર્ડર સીલ થવાને કારણે સ્ટોર થઈને પડયા છે એટલે જેતપુરની અંદર ખૂબ જ મંદી છે. પેમેન્ટની સ્થિતી પણ ખરાબ છે. પેમેન્ટ પહેલા ઝડપથી આવતું તે પણ હવે સ્થિતિ રહી નથી અને મંદીને કારણે આજે જેતપુરની અંદર પહેલા પાંત્રીસો કરોડ રૂપિયાનું જે ટર્ન ઓવર હતું તે આજે પંદર હજાર કરોડથી બે હજાર કરોડ રૂપિયા જેવું રહ્યું છે અને પોલ્યુશનના પ્રશ્નો પણ ઘણા છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે દ્વારા મશીનો, પ્રોસેસ હાઉસ અને હોટ ટેબલની બાર કલાક ચાલુ રાખી શકાય તેવો હુકમ કરવાથી પણ પ્રોડકશન ઘટી ગયું છે. જેના કારણે શહેરના પંદરસો કારખાનાઓમાં જે સીત્તેર હજાર લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. રોજગારી પણ પચાસ ટકા જેટલી થઈ ગઈ હોવાથી સાડી ઉદ્યોગ ખૂબ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.

આમ પણ પાછલા બે મહિનાથી ટેબલ યુનિટના કારખાનાઓ કે જેમાં સાડી સુકવવામાં તડકાની સખત જરૂર હોય છે તે વરસાદી વાતાવરણને કારણે બંધ રહેતા કારખાનેદારો પણ કફોડી સ્થિતીમાં મુકાય ગયા છે જેની સીધી અસર કારીગરોની દિવાળી પર ગઈ છે અને આ વખતે દિવાળી જેવા સૌથી મોટા તહેવારમાં કારીગરોની દિવાળી રોશની વગર એટલે કે બાળકો માટે નવા કપડાં, મીઠાઈ ફટાકડા વગર પસાર કરવી પડશે ઉપરાંત દિવાળી પછી તો વધુ મંદીની શકયતા છે.