ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર વિક્રમ ઠાકોરની બિગ મૂવી રખેવાળ દિવાળી રિલીઝ થશે

નિર્માતા દિગ્દર્શક હરસુખ પટેલની આગામી ફિલ્મનું નામ છે રખેવાળ. ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરાયું છે ફિલ્મના મુખ્ય કલાકારો છે વિક્રમ ઠાકોર અને મમતા સોની. રખેવાળની ટૅગ લાઇન છે ગરીબોના હકનો રખેવાળ… રાધાના પ્રેમનો રખેવાળ… આના પરથી લાગે છે કે વિક્રમ ઠાકોરને ગરીબોના બેલીની સાથે એના પ્રેમને પામવા પણ સંઘર્ષ કરતો હશે. એ સાથે રિલીઝ કરાયેલા પોસ્ટરમાં લખ્યું છે કે વિક્રમ ઠાકોર ફિલ્મમાં એક નવા અંદાજમાં જોવા મળશે.

અત્યાર સુધી ઢોલિવુડના એન્ગ્રી યંગમેનની સાથે લવર બૉયની ઇમેજ ધરાવનાર હરસુખ પટેલની રખેવાળમાં વિક્રમ ઠાકોર ક્યા અંદાજમાં આવી રહ્યો છે એની ઉત્સુકતા અભિનેતાના ચાહકોમાં છે. ફિલ્મ દિવાળીમાં રીલીઝ થઈ રહી છે.

દેશ રે જોયા દાદા પરદેશ જોયા જેવી સુપરહિટ ફિલ્મના લેખક મુકેશ માલવનકરની વાર્તા પરથી બની રહેલી ફિલ્મના સંગીતકાર છે મૌલિક મહેતા.