બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ કેસની સુનાવણી કાલે થશે પૂર્ણ, ચૂકાદા પર 130 કરોડ લોકોની નજર

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામજન્મભૂમિ કેસ પર ચાલી રહેલી સુનાવણી આવતીકાલે સમાપ્ત કરવામાં આવશે. જ્યારે લગભગ એક મહિના પછી એટલે 18 નવેમ્બરે આ મામલામાં નિર્ણય આવી શકે છે. એવામાં સુરક્ષાને નજર હેઠળ રાખીને અયોધ્યામાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. સતત 40 દિવસ સુધી સુનાવણી કરવામાં આવી છે. હવે સમગ્ર દેશની નજર ચૂકાદા પર છે.

કેસની સંવેદનશીલતા અને તહેવારોને જોતા ધારા 144 લગાવી દેવામાં આવી છે. ડિસેમ્બર મહિના સુધી ધારા 144 લાગૂ રહેશે. સરયૂમાં પ્રાઈવેટ બોટ અને સ્ટીમર પર પણ રોક રહેશે. સાથે જ ધારા 144 લાગૂ થવા દરમિયાન વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે.

ગઈકાલે સુન્ની વકફ બોર્ડે અપીલ પર પોતાની દલીલ પુરી કરી લીધી હતી આજે હિંદૂ પક્ષે તેની દલીલોનો જવાબ આપ્યો. આ વચ્ચે મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું છે કે બુધવારે 40માં દિવસે આ મામલે છેલ્લી સુનાવણી થશે. એવામાં દરેક હાલતમાં દલીલ પુરી કરવામાં આવે.

સોમવારે વિવાદિત ભૂમિ પર મસ્જિદનો દાવો કરતા માલિકી હકની માંગણી કરી રહેલા મુસ્લમ પક્ષને સુપ્રીમ કોર્ટે આકરા સવાલો પુછ્યા હતા. ટોચની અદાલતે પુછ્યું હતું કે જો ત્યાં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર હતો તે શું તેનાથી મુસ્લિમોના એકાધિકારનો દાવો કમજોર નથી થઈ જતો? તેના પર મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે કોર્ટ માત્ર તેમને જ સવાલો કેમ કરે છે?

સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી અંતિમ તબક્કામાં છે. આગળના કેટલાક દિવસોમાં નિર્ણય આવવાની સંભાવનાને જોતા અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. જિલ્લા 10 ડિસેમ્બર સુધીમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. સાથે જ દિવાળી પર વિવાદિત સ્થળ પર દીપદાન કરવાની પણ મંજૂરી નથી આપવામાં આવી.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા મામલામાં પાછલા બે મહિનાથી પ્રતિદિવસ સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન કેસમાં સામેલ બધા જ પક્ષ પોત-પોતાની દલીલો સામે રાખી ચૂક્યા છે. જોકે, ચીફ જસ્ટિસ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, 16મી ઓક્ટોબર પછી કોઈ જ વધારાનો સમય આપવામાં આવશે નહીં.