ભારે વિવાદ: નવમા ધોરણના વિદ્યાર્થીઓને પૂછાયું કે “ગાંધીજીએ આત્મહત્યા કરવા શું કર્યું હતું?”

બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. બાપુની યાદમાં સમાજવાદી નેતાઓ કેમેરા જોઈને એટલા ભાવુક થઈ ગયા કે તેમના આંસુ છલકાઈ ગયા હતા. હવે ગુજરાતના શિક્ષણ વિભાગે નવમા ધોરણની આંતરિક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ને વિવાદ ઉભો થયો છે. સવાલ એ છે કે ‘ગાંધીજીએ આત્મહત્યા કરવા શું કર્યું?

પ્રશ્નમાં હકીકતમાં કંઇ ખોટું નથી, પરંતુ વાક્ય થોડું અસ્પષ્ટ હોવાને કારણે અને ઘણા સ્થળોએ સમાચારોમાં આ સવાલનો ખોટી રીતે ભાષાંતર થવાથી બધી ગેરસમજો ઉભી થઈ રહી છે. ગુજરાતીમાં પૂછાયેલા આ સવાલનો મોટે ભાગે સમાચારોમાં અનુવાદ કરવામાં આવ્યો હતો – ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી? આને કારણે, આ સવાલ વિશે ખૂબ હોબાળો મચ્યો છે. ખરેખર, ગાંધીજીએ બાળપણમાં એકવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ સવાલથી લાગે છે કે ગાંધીજીએ આત્મહત્યા કરી હતી.

આ પ્રશ્ને લઈને ઘણો વિવાદ થયો છે અને તે પછી અધિકારીઓએ તેની તપાસ શરૂ કરી દીધી છે. આ વિવાદ 12મા ધોરણના વિદ્યાર્થીઓએ પૂછેલા સવાલ સાથે પણ સંબંધિત છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું છે કે, તમારા વિસ્તારમાં દારૂના વેચાણમાં થયેલા વધારા અને દારૂની હેરાફેરી કરતા લોકો દ્વારા થતી સમસ્યાઓ અંગે તમારા જિલ્લા પોલીસ વડાને પત્ર લખો. નોંધનીય છે કે ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે સુફલામ શાળા વિકાસ સંકુલના બેનર હેઠળ ચાલતી શાળાઓમાં નવમી ધોરણની આંતરિક પરીક્ષામાં, “ગાંધીજીએ આત્મહત્યા કરવા શું કર્યું?” સુફલામ શાળા વિકાસ સંકુલ કેટલીક સ્વ-ફાયનાન્સિંગ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓનું સંગઠન છે, જેને ગાંધીનગર તરફથી સરકારી ગ્રાન્ટ મળે છે.

મોટાભાગના લોકો જાણતા નહીં હોય પણ ગાંધીજીએ બાળપણમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીજીને લાગ્યું કે જો તેઓ વડીલોની પરવાનગી વિના કંઇ કરી શકતા નથી, તો આ રીતે જીવવાનો કોઈ ફાયદો નથી. આ વિચારીને તે એક દિવસ જંગલમાં ગયા અને ત્યાંથી ધતુરાના બીજ લઈ આવ્યા હતા, પછી ભગવાનને મંદિરમાં જોયા, તેઓ બેથી ત્રણ બીજ ગળી ગયા, પણ વધારે લેવાની હિંમત કરી શક્યા ન હતા.

ગાંધીજીએ તેમની આત્મકથા ‘સત્યના  પ્રયોગ’ માં આ ઘટનાનું વર્ણન કરતાં લખ્યું હતું કે ‘મને લાગ્યું કે આત્મહત્યા વિશે વિચારવું સહેલું છે પરંતુ તેનો અમલ કરવો ખૂબ મુશ્કેલ છે. તેથી તે પછી, જ્યારે પણ મેં કોઈને આત્મહત્યાની ધમકી આપતા સાંભળ્યા, ત્યારે તેનાથી મારા પર બહુ ઓછી અથવા તો જરા પણ અસર થતી ન હતી.

ગાંધીનગરના જિલ્લા શિક્ષણાધિકારી (ડીઇઓ) એ જણાવ્યું હતું કે, ‘સ્વ-ફાયનાન્સિંગ શાળાઓના સંગટન અને ગ્રાન્ટ મેળવનારી શાળાઓએ શનિવારે તેમની આંતરિક પરીક્ષાઓમાં આ બંને પ્રશ્નોનો સમાવેશ કર્યો હતો. આ પ્રશ્નો ખૂબ વાંધાજનક છે અને અમે તેની તપાસ શરૂ કરી રહ્યા છીએ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ પ્રશ્નોપત્રો સુફલામ શાળા વિકાસ સંકુલના બેનર હેઠળ ચાલતી સ્કૂલોના મેનેજમેંટ દ્વારા તૈયાર કરાયા હતા અને રાજ્યના શિક્ષણ વિભાગ સાથે તેમનો કોઇ લેવાદેવા નથી.